જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાની રિવ્યૂ બેઠક યોજાઈ
જામનગર માં કોંગ્રેસ દ્વારા આજે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેર અને જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર ના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. આ તકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપના રાજમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે , બ્રિજ તૂટી રહ્યા છે., પાટીદાર યુવતી નું સરઘસ કાઢવામાં આવે છે. ચૂંટણીઓ સમયસર કરવામાં આવતી નથી અને વહીવટદાર ભાજપ નો વહીવટ કરી રહ્યા છે. જામનગર માં આજે કોંગ્રેસ દ્વારા કુંવરબાઈ જૈન ધર્મશાળા માં સમીક્ષા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ , પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિત ના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર પરિષદને સંબોધતા શક્તિસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ભાજપના રાજમાં વધ્યું છે. અત્યારે માત્ર 20 ટકા લોકો પાસે જેટલી સંપત્તિ છે તેટલી સંપતી 70 ટકા લોકો પાસે પણ નથી. ભાજપના રાજ માં ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. બ્રીજ તૂટી રહ્યા છે ,પેપર ફૂટી રહ્યા છે. અમરેલી માં ભાજપ ના જૂથવાદને કારણે પાટીદાર સમાજ ની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જ્યારે ભ્રષ્ટાચારીઓ અને બુટલેગરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ખેડૂતોની દશા દયનીય બની છે.
કોંગ્રેસ ના શાસન મા ખેડૂતો ને મગફળી નો ભાવ 1300 થી 1400 રૂૂપિયા મળતો હતો, અને સિંગતેલના ડબ્બાનો ભાવ 1700 રૂૂપિયા હતો. જ્યારે આજે ખેડૂતોને મગફળી ના 1000 થી 1100 રૂૂપિયા મળે છે. અને તેલના ડબ્બા નો ભાવ 2700 રૂૂપિયા છે. ખેડૂતોની આવક બમણી કરશું તેવા ભાષણોનો ફિયાસ્કો થયો છે. હકીકતે આવક બમણી ની બદલે અડધી થઈ છે. તેની સામે બિયારણ., ડીઝલ., દવા , વગેરે નો ખર્ચ બમણો થયો છે. ડિમોલિશનના નામે નાના માણસોના ઘરે તોડી પાડવામાં આવે છે. જ્યારે ભાજપ સાથે સંકળાયેલા મોટા ગુનેગારો ને રક્ષણ મળે છે.
આજ નાં કાર્યક્રમ મા પ્રદેશ સંગઠન પ્રભારી શૈલેષ પરમાર ,જિલ્લા પ્રભારી હેમાંગ વસાવડા ,શહેર પ્રભારી જસવંતસિંહ ભટ્ટી ,સેવાદળ નાં પ્રમુખ પ્રગતિબેન આહીર ,પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, પૂર્વ મંત્રી એમ કે બ્લોચ, અને ડો.દીનેશભાઈ પરમાર ,વરિષ્ઠ આગેવાન ભીખુભાઈ વારોતરિયા , પાલભાઈ આંબલીયા ,જિલ્લા પ્રમુખ મનોજ કથીરીયા, શહેર પ્રમુખ દીગુભા જાડેજા , બિપેન્દ્રસિંહ જાડેજા, સહારાબેન મકવાણા , મહાનગર પાલિકા નાં વિપક્ષ નાં નેતા ધવલ નંદા, અલ્તાફ ખફી, જેનબબેન ખફી, ભરત વાળા ,રચનાબેન નંદાણીયા, પ્રવીણભાઈ જેઠવા , યુવક કોંગ્રેસ ના અને એન એસ યુ આઇ ના હોદ્દેદારો વગેરે જોડાયા હતા.