ગીરગઢડા-ઉમેદપરા માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા ખાડામાં મગર દેખાતા સ્થાનિકો અને વાહનચાલકોમાં દહેશત ફેલાઈ હતી. માર્ગ પરથી પસાર થઈ રહેલા એક રાહદારીએ મગરના દૃશ્યો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યા હતા. ગીરગઢડાથી ઉમેદપરા તરફ જતા મુખ્ય માર્ગનીબાજુ માં આવેલા મોટા ખાડામાં વરસાદી પાણી ભરાયેલું હતું. આ પાણીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ચકચાર મચી હતી.
વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.સ્થાનિકોના જણાવ્યા મુજબ, સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીભરાઈ રહે છે. જેના કારણે નજીકના જળાશયોમાંથી મગર જેવા જળચર પ્રાણીઓ પાણી ભરાયેલા વિસ્તારોમાં આવી પહોંચવાની શક્યતા રહે છે. મગર દેખાયા બાદ સ્થાનિકોએ વન વિભાગનેતાત્કાલિક સ્થળની તપાસ કરી મગરનું રેસ્ક્યૂ કરવા માંગ કરી છે. સાથે જ લોકોને પાણી ભરાયેલા ખાડાઓ અને આસપાસ ના વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. કોઈ જંગલી પ્રાણી નજરે પડે તો તેની નજીક ન જવા અને તાત્કાલિક સંબંધિત તંત્રને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
