કલ્યાણપુર તાલુકામાં રાવલ ગામે અડવાણા-રાવલ રોડ પર રહેતા અને ગુરુકૃપા કૃષિ કેન્દ્ર નામની ખેતપેદાશ અંગેની દુકાન ધરાવતા માલદે ઠેબાભાઈ આલાભાઈ ઓડેદરા ગામના 46 વર્ષના મેર યુવાનની દુકાનમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન આ દુકાનમાં અલગ અલગ કુલ 50 જેટલી દવાનો, ખાતર, બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં જોતા આ દવા, બિયારણ, ખાતરની અવધી પૂર્ણ થઈ ગઈ હતી. જેથી પોલીસે કુલ રૂૂપિયા 3,89,450 ની કિંમતની અલગ અલગ 50 પ્રોડક્ટના નિયમાનુસાર નાશ કરવાની તજવીજ કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ દુકાનમાં રહેલી કુલ રૂૂપિયા 1,28,250 ની કિંમતના ખાતરના જથ્થાના સ્ટોક બાબતે પોલીસે ખેતી અધિકારીને સાથે રાખીને સ્ટોક પત્રક તેમજ ખેડૂતોને વેચાણ કરેલા બિલની વિગત, ખાતરનો હાજર સ્ટોક, વેંચાણ કરેલ ખાતરના આંકડા, વિગેરેમાં તફાવત જણાતા અને દુકાનદાર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ન આવતા આ સ્થળે રહેલી કુલ રૂૂપિયા 1,28,250 ની કિંમતની ખાતરની 135 બોરીનો જથ્થો સ્થગિત રાખવા ખેતીવાડી અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઉપરાંત અહીં જંતુનાશક રાસાયણિક દવાઓમાં કોઈ પણ પ્રકારની માહિતી લખ્યા વગરની જુદી જુદી 32 બોટલો મળી આવી હતી. આથી પોલીસે રૂૂપિયા 11,620 ની આ જંતુનાશક દવાઓની બોટલો શક પડતી મિલકત તરીકે કબજે કરી હતી.
આમ, દુકાનદાર માલદે ઠેબાભાઈ ઓડેદરા અને તેની સાથે દિનેશ માલદે ઓડેદરા (ઉ.વ. 24) દ્વારા એગ્રો પ્રોડક્ટમાં ભેળસેળ, પેકિંગમાં ફેરફાર, કરવા તેમજ અવધિ પૂર્ણ થઈ ગયા બાદ પણ દવાનું વેચાણ કરવા સબબ કુલ રૂૂ. 5,29,320 નો મુદ્દામાલ કબજે કરી, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. ડી.એ. વાળા, ખેતી અધિકારી કેવલભાઈ પનારા, મયુરભાઈ સોનગરા તેમજ સ્ટાફના વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ ડાંગર, વિજયસિંહ જાડેજા, પબુભાઈ માયાણી અને જગદીશભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી.
