આંધ્રપ્રદેશના વતનીએ કામ પૂરું કર્યા બાદ કુવૈતથી યુટયુબ પર ગુનાની કબુલાત કરતો વીડિકયો અપલોડ કર્યો
હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. વિદેશમાં રહેતા પિતાએ પુત્રીના બળાત્કારીની હત્યા કરવા માટે ભારત આવે છે અને બળાત્કારીની હત્યા કરી પાછા વિદેશ પરત ફરે છે. પુત્રીના બળાત્કારીની હત્યા કરી ખૌફનાખ બદલો લેવામાં આવ્યો હતો. આ વ્યક્તિ હત્યા કરવા કુવૈતથી ભારત આવ્યો હતો અને પછી પાછો ગયો અને વીડિયો પોસ્ટ કર્યો છે.
આંધ્રપ્રદેશમાંથી હત્યાનો એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ હત્યા એક એનઆરઆઇ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી, જે તેની 12 વર્ષની માસૂમ પુત્રી પર બળાત્કાર કરનાર વ્યક્તિ પાસેથી બદલો લેવા કુવૈતથી ભારત આવ્યો હતો. આ પછી તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી અને તે કુવૈત પરત ફર્યો. બાદમાં તેણે પોતે જ તેની યુટ્યુબ ચેનલ પર ગુનો કબૂલી લીધો હતો.
આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લાનો રહેવાસી આ વ્યક્તિ 15 વર્ષથી કુવૈતમાં કામ કરતો હતો. તે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. પોલીસે કહ્યું કે આરોપી પિતા વીડિયો દ્વારા લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો તે આત્મસમર્પણ કરવા માંગતો હતો તો હત્યા કરીને કુવૈત પરત કેમ ફર્યો? વ્યક્તિએ જણાવ્યું કે આ પછી તેણે કાયદો પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું અને કુવૈતથી ભારત આવ્યો.
આ વ્યક્તિએ વીડિયોમાં સમગ્ર ઘટના વર્ણવી છે. આ વ્યક્તિ લાંબા સમયથી કુવૈતમાં રહે છે. તેની પુત્રી અને પત્ની પણ તેની સાથે રહેતી હતી પરંતુ બાદમાં તેણે તેની પુત્રીને આંધ્રપ્રદેશમાં તેની માસી પાસે મોકલી દીધી હતી. તે તેની પુત્રીના ઉછેર માટે તેના સંબંધીઓને પૈસા પણ આપતો હતો.
વ્યક્તિનો આરોપ છે કે તેની પત્નીની બહેન (સંબંધમાં સાળી) અને તેના પતિએ શરૂૂઆતમાં બાળકની સારી સંભાળ લીધી હતી. બાદમાં તાજેતરમાં જ જ્યારે બાળકીની માતા તેની પુત્રીને મળવા આવી ત્યારે પુત્રીએ જણાવ્યું કે તેની માસીના સસરાએ તેનું યૌન શોષણ કર્યું હતું.
આ પછી જ્યારે માતા-પુત્રીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવાનો પ્રયાસ કર્યો, તો પોલીસે તેમ કર્યું નહીં અને ચેતવણી આપીને જ આરોપીઓને છોડી દીધા. વ્યક્તિએ જણાવ્યું કે આ પછી તેણે કાયદો પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું અને કુવૈતથી ભારત આવ્યો. અહીં તેણે પોતાની પુત્રીના બળાત્કારીને લોખંડના સળિયાથી મારી નાખ્યો અને પછી કુવૈત પાછો ફર્યો. પછી ત્યાં જઈને કબૂલાતનો વીડિયો બહાર પાડ્યો.
બીજી તરફ પોલીસે ફરિયાદ નોંધાઈ ન હોવાનો ઈન્કાર કર્યો છે. તેના બદલે તેમણે કહ્યું કે છોકરીની માતા અને તેની બહેન વચ્ચે પારિવારિક વિવાદ હતો. હવે આરોપી પિતા અલગ જ વાત કહી રહ્યા છે.
આ હત્યામાં યુવતીના પિતા ઉપરાંત અન્ય સંબંધીઓ પણ સામેલ છે. તપાસ બાદ ટૂંક સમયમાં સત્ય બહાર આવશે. તેમજ પોલીસે કહ્યું કે આરોપી પિતા વીડિયો દ્વારા લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો તે આત્મસમર્પણ કરવા માંગતો હતો તો હત્યા કરીને કુવૈત પરત કેમ ફર્યો? હવે અમે તેને કુવૈતથી પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.