તાલાલા પંથકમાં સગી દીકરીઓને ચાર વર્ષથી ઘર અને ફાર્મહાઉસમાં અડપલાં કરતો પિતા, ધરપકડ

તાલાલા તાલુકાના એક ગામમાંથી સંબંધોને કલંકિત કરતી અને સમાજને ધ્રુજાવી દેતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની જ બે સગી દીકરીઓ અને…

તાલાલા તાલુકાના એક ગામમાંથી સંબંધોને કલંકિત કરતી અને સમાજને ધ્રુજાવી દેતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની જ બે સગી દીકરીઓ અને પત્નીની બહેનની બે સગીર પુત્રીઓ સહિત કુલ ચાર સગીરાઓ સાથે શારિરીક અડપલા અને લાંબા સમય સુધી જાતીય સતામણી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિતાની શિક્ષિકા માતાએ તાલાલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, આ હીન કૃત્ય કોઈ એકાદ વાર બનેલી ઘટના નથી, પરંતુ સતત પાંચ વર્ષ સુધી આરોપીએ આ સગીરાઓ પર અત્યારાચાર ગુજાયો હતો. આરોપીએ અલગ-અલગ સમયે અને જુદા-જુદા સ્થળોએ તકનો લાભ લઈને ચારેયને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપી હાલ જે ગામમાં રહે છે ત્યા પોતાના ઘરે તેમજ થોડા સમય અગાઉ અન્ય એક ગામમાં આરોપી રહેવા ગયો હતો ત્યા આ ઉપરાંત પોતાના ગામથી આગળ રોડ પર એક ફાર્મ હાઉસ પણ તેણે ભાડે રાખ્યું છે તે સ્થળે તારીખ 23-01-2020થી 25-05-2026 સુધી અલગ અલગ સમયે પોતાની બે સગી દીકરીઓ સહિત 4 સગીરાને ભોગ બનાવી શારિરીક અડપલા કર્યાં હતા.

આખરે આ સમગ્ર મામલો પ્રકાશનમાં આવતા, પીડિત દીકરીઓની માતાએ માતા તરીકેની ફરજ નિભાવી અને પતિ સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું. વ્યવસાયે શિક્ષિકા એવી માતાએ સમાજના ડર કે અન્ય કોઈ ચિંતા કર્યા વગર તાલાલા પોલીસ મથકનો સંપર્ક કર્યો અને પોતાના જ પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપી સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક અટકાયત કરી છે. તાલાલા પોલીસ સ્ટેશનના PI વી. એલ. ગાગીયાએ આરોપી પિતાને જેલ હવાલે કર્યો છે. ઙઈં ગાગીયા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

PI વી. એલ. ગાગીયાએ જણાવ્યું કે, તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ફરિયાદીએ વિગતો જાહેર કરી કે, તેમની સગીર વયની બે દીકરીઓ અને તેની બહેનની બે સગીર વયની દીકરીઓને તેના પતિએ જ જુદા જુદા સમયે શારીરિક અડપલાં કરી અને છેડતી કરી છે. જે આધારે તે બેનની વિગતવારની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરી હતી. તપાસ દરમિયાન, આરોપીની અટક કરી છે. તેમજ જ્યાં આ બનાવ બન્યો હતો તેનું પંચનામું કરવામાં આવ્યું છે. વધુ તપાસ હાલ ચાલુ છે. દીકરીઓ પર અત્યાચાર ગુજારનાર આ પિતા ગામની પંચાયતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતી વ્યક્તિ પાછળ છુપાયેલો આવો વિકૃત ચહેરો સામે આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *