હળવદ પાસે કેનાલમાં બાઈક ગબડતાં પિતા-પુત્રના મૃત્યુ

હળવદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં બાઈક લપસી પડતા બાઈક સવાર પિતા-પુત્રના કરુણ મોત નિપજ્યા હતાં. હળવદમાં જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં અવારનવાર અકસ્માતે ડુબી જવાથી…

હળવદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં બાઈક લપસી પડતા બાઈક સવાર પિતા-પુત્રના કરુણ મોત નિપજ્યા હતાં. હળવદમાં જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં અવારનવાર અકસ્માતે ડુબી જવાથી મોત થવાની ઘટના બને છે ત્યારે હળવદના રણમલપુર નજીક નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે તેમાં વહેલી સવારે ખેડૂત પિતા પુત્ર બાઇક લઈને વાડી તરફ જતા હતા ત્યારે અચાનક જ બાઈકનો કાબુ ગુમાવતા પિતા ધીરુભાઈ હરજીભાઈ ભોરણીયા ઉંમર વર્ષ 55 તેમજ પુત્ર વિશાલ ધીરુભાઈ ઉંમર વર્ષ 25 બંને બાઈક સાથે કેનાલમાં ડૂબી ગયા હતા જોકે બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલે દોડી આવ્યા હતા અને નગરપાલિકાની ફાયરની ટીમ, હળવદ પોલીસ તેમજ ટીકર તરવૈયાની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી જેમાં બે કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ બંને પિતા પુત્રની લાશ માલણીયાદ નદીનાં નાળાં પાસે શોધી કાઢવામાં આવી હતી અને લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે તો બનાવના પગલે મોટી સંખ્યામાં સગાં સંબંધીઓને હળવદની સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *