બિહારના પશ્ચિમ ચંપારણ (બેતિયા) જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બેતિયા-લૌરિયા મુખ્ય માર્ગ (NH-727) પર એક પુરપાટ ઝડપે આવતી બસે ઓર્કેસ્ટ્રા પ્રદર્શન જોઈ રહેલા 18 લોકોને કચડી નાખ્યા હતાં. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયાં છે, જ્યારે પાંચ અન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી.
અહેવાલો અનુસાર, શુક્રવારે NH-727 પર સ્થિત ધર્મેન્દ્ર દુબેના ઘરે સમારોહ યોજાઈ રહ્યો હતો. ઘરની અંદર ઉત્સવનો માહોલ હતો, ત્યારે બહાર રસ્તાની બાજુમાં ઓર્કેસ્ટ્રા પ્રદર્શન (સંગીત અને નૃત્ય દર્શાવતું) ચાલી રહ્યું હતું. આ પ્રદર્શનનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને સંબંધીઓ રસ્તા પર એકઠા થયા હતા. લગભગ 12:45 વાગ્યે ગોરખપુરથી બેતિયા તરફ જતી ‘શાહી’ બસે અચાનક નિયંત્રણ ગુમાવ્યું હતું અને રાહદારીઓની ભીડમાં ઘૂસી ગઈ. થોડીક જ સેકન્ડોમાં ઉજવણીનો માહોલ શોકમાં ફેલાયા ગયો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત સમયે ગેસ સિલિન્ડરોથી ભરેલો એક ટ્રક બેતિયાહ દિશામાંથી આવી રહ્યો હતો, જ્યારે ‘શાહી’ બસ લૌરિયા દિશામાંથી ઝડપથી આવી રહી હતી. બંને વાહનો વચ્ચે ઓવરટેક કરવાની દોડધામ થઈ, જેના કારણે બસ ડ્રાઇવરે સંપૂર્ણપણે કાબુ ગુમાવ્યો. અને બેકાબૂ બસે રસ્તાની બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા હતાં.
અકસ્માત એટલો ગંભીર હતો કે બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે ત્રણ અન્ય લોકોના સારવાર દરમિયાન મોત થયાં હતાં. મૃતકોની ઓળખ સંજય મહતો, ભોલા દુબે, બહાદુર મહતો, દેવેન્દ્ર દુબે અને છંગુર રામ તરીકે થઈ છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય પાંચ લોકો હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે ઘરમાં થોડીવાર પહેલા ઉજવણીનો માહોલ હતો ત્યાં હવે માતમ છવાયો છે. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને કબજે લીધા અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
