રાજકોટના ફરસાણ ઉદ્યોગ પર હાલમાં ગેસના કોમર્શિયલ સિલિન્ડરની અછતને કારણે મોટું સંકટ આવી પડ્યું છે. ’રાજકોટ ફરસાણ વેપારી એસોસિએશન’ દ્વારા આ બાબતે પુરવઠા અધિકારીને પત્ર લખી તાત્કાલિક ગેસનો જથ્થો પૂરો પાડવા રજૂઆત કરવામાં આવી છે.
ઈરાન અને અમેરિકાના યુદ્ધના કારણે કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાસ કરીને ફરસાણના એકમોમાં વપરાતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. સ્થાનિક વેપારીઓને આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.ગેસના અભાવે અનેક નાના-મોટા ફરસાણના એકમો બંધ થવાના આરે છે.
ઉત્પાદન ઘટતા બજારમાં ફરસાણની અછત સર્જાય તેવી ભીતિ છે. એસોસિએશન દ્વારા રાજકોટ પુરવઠા અધિકારી અને કલેક્ટર કચેરીને નમ્ર અપીલ કરવામાં આવી છે કે વેપારીઓના હિતમાં અને જનતાની સુવિધા માટે ગેસનો જથ્થો ફાળવવામાં તેવી એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
