ગવાડી (Gavadi) અને ઉબાર (Ubar) સ્ટેશનો વચ્ચે આવેલા રેલવે પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટી સુધી પહોંચી જવાના કારણે આ સેક્શનમાં રેલ વ્યવહાર કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવ્યો છે. જેના પરિણામે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની નીચે મુજબની ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે.
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો 1. ટ્રેન નંબર 12268 હાપામુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ, 23 જુલાઈ, 2026 અને 24 જુલાઈ, 2026 ના રોજની મુસાફરી માટે (રેક ઉપલબ્ધ ન હોવાને કારણે) સંપૂર્ણપણે રદ રહેશે. 2. ટ્રેન નંબર 22924 જામનગરબાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ, 24 જુલાઈ, 2026 ના રોજની મુસાફરી રેક ઉપલબ્ધ ન હોવાને કારણે સંપૂર્ણપણે રદ રહેશે. 3. ટ્રેન નંબર 20910 પોરબંદરકોચુવેલી એક્સપ્રેસ, 23 જુલાઈ, 2026 ના રોજની મુસાફરી માટે સંપૂર્ણપણે રદ રહેશે.
આંશિક રીતે રદ / શોર્ટ ટર્મિનેટ કરાયેલી ટ્રેનો 1. ટ્રેન નંબર 22946 ઓખામુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ, 23 જુલાઈ, 2026 ના રોજની મુસાફરીમાં અમદાવાદ સુધી જ દોડશે અને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 2. ટ્રેન નંબર 19218 વેરાવળબાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, 23 જુલાઈ, 2026 ના રોજની મુસાફરીમાં અમદાવાદ સુધી જ દોડશે અને અમદાવાદથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી શરૂૂ કરતા પહેલા પોતાની ટ્રેનની અદ્યતન સ્થિતિ ચોક્કસ ચકાસી લે અને કોઈપણ અસુવિધાથી બચવા માટે રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી નવીનતમ સૂચનાઓનું પાલન કરે.
