મોહાલીમા કેન્દ્રીફ પ્રતિનિધિ મંડળ સામે વાતચીત કરી પરત ફરી રહેલા પંજાબ પોલીસે બુધવારે મોહાલીમાં સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલ સહિત અનેક ખેડૂત નેતાઓની અટકાયત કરી હતી. આ સાથે શંભુ બોર્ડર પર લાંબા સમયથી વિરોધ કરી રહેલા ખેડૂતોને પણ પોલીસે હટાવ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતોની પંજાબ પોલીસે અટકાયત કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પંજાબમાં, ખેડૂતો એમએસપી અને અન્ય માંગણીઓને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી શંભુ અને ખનૌરી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ખેડૂતોને હટાવવાની સાથે પોલીસે ત્યાં લગાવેલા પોસ્ટર અને બેનરો પણ હટાવ્યા હતા.
ખેડૂતોની વિવિધ માંગણીઓ પર ચર્ચા કરવા માટે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય પ્રતિનિધિમંડળ વચ્ચેની બેઠકોના નવા રાઉન્ડનું કોઈ પરિણામ આવ્યું ન હતું. મંત્રણામાં ભાગ લેનાર કેન્દ્રીય મંત્રીઓએ ખેડૂતોના હિતોને સર્વોપરી ગણાવ્યા હતા. ત્રણ કલાકથી વધુ ચાલેલી બેઠક દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે વાતચીત ચાલુ રહેશે અને આગામી બેઠક 4 મેના રોજ યોજાશે. બેઠક બાદ ચૌહાણે કહ્યું બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. ચર્ચા હકારાત્મક અને રચનાત્મક રીતે થઈ હતી. વાતચીત ચાલુ રહેશે. આગામી બેઠક 4 મેના રોજ યોજાશે બેઠક બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ચંદીગઢથી ખેડૂત નેતાઓ મોહાલીમાં પ્રવેશ્યા. ખેડૂતોને તેમના ગંતવ્ય તરફ જતા રોકવા માટે મોહાલીમાં ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું.
ખેડૂત નેતા મંગતે કહ્યું કે પંઢેર અને દલ્લેવાલ ઉપરાંત અભિમન્યુ કોહર, કાકા સિંહ કોટરા અને મનજીત સિંહ રાયની અટકાયત કરવામાં આવી છે. શંભુ અને ખનૌરી બોર્ડર પોઈન્ટ પર પણ ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. શંભુ અને ખનૌરી બોર્ડર પોઈન્ટ પર વિવિધ જિલ્લાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યાં ગયા વર્ષે ફેબ્રુઆરીથી સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચા તેમના વિરોધ પર બેઠા હતા. ખેડૂતોએ જણાવ્યું કે વિરોધ સ્થળોની નજીક એમ્બ્યુલન્સ, બસો અને ફાયર વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.
શુંભુ બોર્ડર બળજબરીથી ખાલી કરાવી ખેડૂત નેતાઓની ધરપકડ મામલે વિપક્ષી દળોએ આ અંગે મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ આ મુદ્દે કહ્યુ પહેલા શાંતિ સમજૂતી માટે બોલાવ્યા, પછી ધરપકડનું દુષ્ચક્ર શરૂૂ કર્યું. કેન્દ્રની ભાજપ સરકાર અને પંજાબની આમ આદમી સરકારે મળીને ખેડૂતોને ખજઙ ગેરંટી પર મંત્રણા માટે બોલાવીને છેતરપિંડી કરીને તેમની ધરપકડ કરી છે.
પંજાબ પોલીસ દ્વારા ખેડૂત નેતાઓની અટકાયત પર, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું, ખેડૂતો પર એક ષડયંત્રના ભાગરૂૂપે હુમલો કરવામાં આવી રહ્યો છે…