મગફળી કાઢતી વેળા થ્રેસરમાં આવી જતા ખેડૂતનું મોત

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના ઈશ્વરીયા ગામમાં ખેતી કામ દરમિયાન એક કરુણા જનક બનાવ બન્યો હતો, અને થ્રેસર મશીનમાં આવી જતાં એક ખેડૂત યુવાને જીવ…

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના ઈશ્વરીયા ગામમાં ખેતી કામ દરમિયાન એક કરુણા જનક બનાવ બન્યો હતો, અને થ્રેસર મશીનમાં આવી જતાં એક ખેડૂત યુવાને જીવ ખોયો છે.

ઈશ્વરીયા ગામમાં રહીને ખેતી કામ કરતો મુકેશભાઈ ભીખાભાઈ બડીયાવદરા નામનો 36 વર્ષનો ખેડૂત યુવાન ગઈકાલે પોતાની વાડીમાં મગફળી કાઢવાનું કામ કરી રહ્યો હતો, જે દરમિયાન અકસ્માતે પોતે થ્રેસર મશીનમાં આવી ગયો હતો, અને તેને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના પિતા ભીખાભાઈ સવાભાઈ બડીયાવદરાએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આરઆર જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *