ભાવનગરના સોડવદરની સીમમાંથી 2.60 લાખના ગાંજા સાથે ખેડૂત ઝડપાયો

ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ઉત્પાદન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વરતેજ તાલુકાના સોડવદર…

ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ઉત્પાદન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વરતેજ તાલુકાના સોડવદર ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે 62 વર્ષીય વાલજીભાઈ સવજીભાઈ સોલંકી (રહે. સાલોલી ગામ)ની વાડીમાંથી ગાંજાના 70 છોડ ઝડપી પાડ્યા હતા.પોલીસે જપ્ત કરેલા ગાંજાના છોડનું કુલ વજન 52.07 કિલો છે, જેની બજાર કિંમત ₹2,60,350 આંકવામાં આવી છે. આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ ₹2,60,850નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નાર્કોટિક્સ એક્ટ હેઠળ પ્રતિબંધિત માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણની સાથે ખેતરોમાં ગેરકાયદે ઉત્પાદનના કિસ્સાઓમાં વધારો થયો છે. પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં આરોપી વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *