પ્રખ્યાત પ્લેબેક સિંગર અરિજિત સિંહે સિંગિંગને કહ્યું અલવિદા, ચાહકોને આંચકો

બોલીવુડના સૌથી પ્રખ્યાત પ્લેબેક સિંગર અરિજિત સિંહ પોતાના ચાહકો સાથે એક દિલ તોડનારા સમાચાર શેર કર્યા છે. સુપરહિટ ગીતોનો દોર આપનાર અરિજિત સિંહે પોતાની સિંગિંગ…

બોલીવુડના સૌથી પ્રખ્યાત પ્લેબેક સિંગર અરિજિત સિંહ પોતાના ચાહકો સાથે એક દિલ તોડનારા સમાચાર શેર કર્યા છે. સુપરહિટ ગીતોનો દોર આપનાર અરિજિત સિંહે પોતાની સિંગિંગ કરિયરમાંથી નિવૃત્તિ લઈ લીધી છે .અરિજિત સિંહે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે પોતાનો નિર્ણય શેર કર્યો છે.

હું હવે કોઈ નવો એસાઇમેન્ટ નહીં લઉં – અરિજિત સિંહ તાજેતરમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન બહાર પાડ્યું અને લખ્યું- નમસ્તે, આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ. વર્ષોથી મને આટલો પ્રેમ આપવા બદલ બધા શ્રોતાઓનો આભાર. મને એ જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે કે હું પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા એસાઇમેન્ટ નહીં લઉં. હું આ સફર અહીં સમાપ્ત કરી રહ્યો છું. તે એક શાનદાર જર્ની હતી.
અરિજિત સિંહના થોડા દિવસો પહેલા નેહા કક્કરે પણ ચાહકો સાથે શેર કર્યું હતું કે તે તેની જવાબદારીઓ અને સંબંધોમાંથી વિરામ લઈ રહી છે અને કહ્યું હતું કે તે ક્યારે પાછી ફરશે તેની ખાતરી નથી. નેહા કક્કર ઉપરાંત હાસ્ય કલાકાર ઝાકિર ખાને પણ સ્વાસ્થ્ય સમસ્યાઓનો હવાલો આપીને કોમેડીથી પાંચ વર્ષના વિરામની જાહેરાત કરી હતી.

અરિજિત સિંહે 2009માં મર્ડર 2 માટે પોતાનું પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું. તેણે 2011માં રિલીઝ થયેલી- ફિર મોહબ્બત કરને ચલા હૈ તુગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો. આ ગીત એક ટ્રેન્ડ બન્યું અને અરિજિત સિંહ સેન્સેશન બની ગયો. સલમાન ખાનની ફિલ્મ- બેટલ ઓફ ગલવાનના ગીતોમાં પણ અરિજિત સિંહનો અવાજ સાંભળી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *