હળવદ નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત

ટેન્કર સાથે ફોર્ચ્યુનર અથડાઇ કોઇને ઇજા નહીં હળવદ માળીયા હાઈવે રોડ ઉપરથી ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને તેમનો ડ્રાઇવર ગાડી લઈને પસાર થઈ…

ટેન્કર સાથે ફોર્ચ્યુનર અથડાઇ કોઇને ઇજા નહીં

હળવદ માળીયા હાઈવે રોડ ઉપરથી ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને તેમનો ડ્રાઇવર ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના ધનાળા ગામના પાટીયા પાસે ટેન્કરની પાછળના ભાગમાં તેઓની કાર અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં કારમાં નુકસાની થયેલ છે જોકે ગાડીમાં બેઠેલા હકાભા ગઢવી કે તેના ડ્રાઇવરને કોઈપણ પ્રકારની ઇજા થયેલ નથી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં રહેતા ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેઓની ફોચ્યુનર ગાડી નંબર જીજે 36 એજે 5548 માં હળવદ માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની ગાડી આગળ જતા ટેન્કરની પાછળના ભાગમાં અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં હકાભા ગઢવીની ગાડીનું બોનેટ તૂટી, બમ્પર અને કાચ તૂટી ગયેલ છે જો કે, અકસ્માતના આ બનાવમાં હકાભા ગઢવી કે તેના ડ્રાઇવરને કોઈ ઈજા થયેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *