ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો; માતા સાથે ઝેરી દવા પી લેનાર પુત્રનું મોત

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલી રામેશ્ર્વર સોસાયટીમાં મોટા પુત્ર અને પુત્રવધુ સાથેના અણ બનાવના કારણે અલગ રહેવા મુદ્દે ચાલતા ઝઘડાથી કંટાળી માતા પુત્રએ સજોડે ઝેરી…

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલી રામેશ્ર્વર સોસાયટીમાં મોટા પુત્ર અને પુત્રવધુ સાથેના અણ બનાવના કારણે અલગ રહેવા મુદ્દે ચાલતા ઝઘડાથી કંટાળી માતા પુત્રએ સજોડે ઝેરી દવા પી લીધી હતી. જેમાં પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે જનેતાની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ રખાયા છે. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ કોઠારીયા રોડ પર આવેલી રામેશ્ર્વર સોસાયટીમાં રહેતાં દમયંતીબેન મનસુખભાઈ રબારા (ઉ.58) અને તેમના પુત્ર બ્રિજેશ (ઉ.26) પોતાના ઘરે હતાં ત્યારે સજોડે ઝેરી દવા પી લીધી હતી. માતા-પુત્રને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ બ્રિજેશ રબારાનું હોસ્પિટલના બીછાને મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જ્યારે દમયંતીબેન રબારાની હાલત હાલ ગંભીર છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક બ્રિજેશ બે ભાઈમાં નાનો હતો અને નાસ્તાની લારી ચલાવતો હતો. માતા દમયંતીબેને મોટા પુત્રની પત્ની સાથે ભળતું નહીં હોવાથી અલગ રહેવા જવા બાબતે છેલ્લા 20 દિવસથી ઝઘડો ચાલતો હતો. ગઈકાલે પિતા મનસુખભાઈ મોટો પુત્ર અને તેના મામા ત્રણેય ઘર પાસે અવારનવાર થતા ઝઘડા અંગે વાતચીત કરતાં હતાં તે સમયે દમયંતીબેને પતિ મનસુખભાઈને ફોન કરી મે અને બ્રીજેશે ઝેરી દવા પી લીધી છે તેવી જાણ કરી હતી. જાણ થતાં જ માતા-પુત્રને સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં પુત્ર બ્રીજેશનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *