એક્સટર્નલમાં અભ્યાસ કરતા 2010થી 2018 સુધીના વિદ્યાર્થીઓને પાસ થવાની વધુ એક તક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દદ્વયારા આપવામાં આવી છે. ફોર્મ ભરવાનો પ્રારંભ યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન થયો છે. જેમાં તા. 28 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જણાવ્યા મુજબ બીકોમ બી.એ માં સેમેસ્ટર 1 થી 6 મા અને એમએ એમકોમમાં સેમેસ્ટર એક થી ચારમાં 2010 થી 2018 દરમિયાન કોઈ વિષયમાં નાપાસ થયા હોય તો તેવા વિદ્યાર્થીઓને ડિગ્રી મળે તે માટે છેલ્લી તક છે. આગામી તારીખ 28 સુધી આ માટેના ફોર્મ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઇન કરી શકાશે. આવા વિદ્યાર્થીઓની પરીક્ષા મોટા ભાગે તો રાજકોટ કેન્દ્રમાં જ લેવામાં આવશે અને ઓનલાઈન ફોર્મ ભર્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઓફિસ બિલ્ડિંગમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા વિદ્યાર્થીઓએ બારી નંબર ચારમાં રૂૂબરૂૂમાં આવીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા પડશે.
ફોર્મની સંખ્યાના આધારે સેન્ટરોની સંખ્યા નક્કી કરવામાં આવશે. પરીક્ષાની તારીખો હજી જાહેર કરવામાં આવી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં આ પરીક્ષા લેવામાં આવશે. બી એ બી કોમના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રુ. 485 અને એમ એ એમ કોમ ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂૂપિયા 850 નક્કી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ થોડા સમય પહેલા એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓની નોંધણી શરૂૂ કરી હતી પરંતુ તેમાં ખાસ સફળતા મળી નથી. હવે 2010 થી 2018 સુધીના એક્ટરનલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે આયોજન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ નોંધાય છે તે જોવાનું રહે છે.
