ભારતીય સેના અને આસામ રાઇફલ્સે ઉત્તર-પૂર્વ ભારતના મણિપુરના સંઘર્ષ પ્રભાવિત વિસ્તારોમાંથી ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સના સ્ટારલિંક ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. આ ડિવાઇસ ચુરાચંદ્રપુર, ચંદેલ, ઇમ્ફાલ પૂર્વ અને કાંગપોકપી જેવા જિલ્લાઓમાં મળી આવ્યા છે. આ ઘટસ્ફોટ પછી, સુરક્ષા એજન્સીઓ અને સેના સતર્ક થઈ ગઈ છે, કારણ કે આ હાઇ ટેક્નોલોજિકલ ડિવાઇસ ઘુસણખોરોની કોમ્યુનિકેશન સ્કિલ્સમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. જ્યારે સુરક્ષા દળોએ આ વિસ્તારોમાં ઘૂસણખોરો સામે દરોડા પાડ્યા, ત્યારે શસ્ત્રો અને દારૂૂગોળા સાથે સ્ટારલિંક ડિવાઇસ પણ મળી આવ્યું હતું. સામાન્ય રીતે આવા ઓપરેશનમાં માત્ર હથિયારો જ મળી આવતા હતા, પરંતુ આ વખતે હાઇટેક સેટેલાઇટ ઇન્ટરનેટ ડિવાઇસની રિકવરી ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે.
સ્ટારલિંક ડિવાઇસ કોઈપણ વાયર અથવા ટાવર વિના ઇન્ટરનેટ સુવિધા આપે છે. તે સેટેલાઇટ સાથે સીધું જ જોડાય છે અને ગમે ત્યાંથી ઘૂસણખોરો દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે. તેના એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનને લીધે, તેને ટ્રેક કરવું અથવા હેક કરવું ખૂબ મુશ્કેલ છે. ડિફેન્સ એક્સપર્ટનું માનવું છે કે આ ડિવાઇસ ઘુસણખોરોની કોમ્યુનિકેશ સિસ્ટમને મજબૂત બનાવશે. જેના કારણે તેઓ રીઅલ-ટાઇમ ઇન્ટેલિજન્સ શેર કરી શકે છે, હુમલાની યોજના બનાવી શકે છે અને તેમના જૂથો વચ્ચે વધુ સારી રીતે સંકલન કરી શકે છે.ડિફેન્સ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ ડિવાઇસ કાં તો દાણચોરી દ્વારા ભારતમાં લાવવામાં આવ્યા છે અથવા નકલી જિયોટેગિંગ દ્વારા એક્ટિવ કરવામાં આવ્યા છે.
એક રીકવર થયેલ ડિવાઇસ પર રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (આરપીએફ)ના માર્કિંગ મળ્યા હતા, જે ચીન સમર્થિત પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સાથે જોડાયેલા આતંકવાદી જૂથ છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે સેટેલાઇટ ઇન્ટરનેટ સાથે કામ કરવા માટે ભારતે પોતાની ટેકનિકલ ક્ષમતા વધારવી પડશે.
સુરક્ષા એજન્સીઓ હવે આ ઉપકરણોની સપ્લાય ચેઇનને શોધવા અને તેને ટ્રેક કરવા માટે ટેકનિકલ કાઉન્ટરમેઝર્સ વિકસાવવા પર કામ કરી રહી છે.