સૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ પર “ડોગ વોચ” રાખશે ખર્ચ નિરીક્ષકો: રાજ્ય કરવેરાને જવાબદારી

જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષનો ખર્ચ પણ વધી રહ્યો છે ત્યારે ચૂંટણીમાં થતા ખર્ચ પર નજર રાખવા માટે…

જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષનો ખર્ચ પણ વધી રહ્યો છે ત્યારે ચૂંટણીમાં થતા ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી પંચે ખાસ નિરીક્ષકોને મેદાને ઉતાર્યા છે. જેવો ચૂંટણી ખર્ચ પર ડોગ વોચ રાખવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો પર નજર રાખવા માટે રાજકોટ જામનગર જૂનાગઢ તથા મોરબીમાં ખાસ ખર્ચના નિરીક્ષકો નિયુક્ત કરવામાં આવ્યા છે જેમાં સ્ટેટ જીએસટી કચેરીના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. હાલ જે વિગતો મળી રહી છે તેને ધ્યાને લેવામાં આવે તો દરેક ઉમેદવારો સમય મર્યાદામાં પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરે તે વાત પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે અમદાવાદથી સહાયક રાજ્યવેરા કમિશનર અમૃત પરમારને ખર્ચ નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેવી જ રીતે જામનગર મહાનગરપાલિકા અને સિક્કા નગરપાલિકા માટે જૂનાગઢ કચેરીના સહાયક કમિશનર સંકેત બોઘરાની નિમણૂક કરવામાં આવી છે. જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તેવો ઉમેદવારો પાસેથી વિવિધ વાવચરો સહિતની વિગતો પર તપાસ હાથ ધરશે. અમરેલી જિલ્લાની તમામ તાલુકા પંચાયતો અને છ નગરપાલિકાઓ માટે ભાવનગરથી સહાયક કમિશનર કિશનલાલ ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. તેમને જ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પાટણ, ઉના અને સુત્રાપાડા જેવી નગરપાલિકાઓ પર દેખરેખ રાખવાની પણ જવાબદારી સોંપાઈ છે.

મોરબીમાં મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓ માટે અમદાવાદથી સહાયક રાજ્યવેરા કમિશનર મોની ઉપાધ્યાયને તૈનાત કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા માટે રાજકોટ કચેરીના અધિકારી કલ્પેન હિરપરા તથા દેવભૂમિ દ્વારકા અને પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લાની પેટા ચૂંટણીઓ માટે અમદાવાદથી વેરા કમિશનર ભુપતભાઈ ડાંગરની નિમણૂક થઈ છે. દ્વારકાની સલાયા અને જૂનાગઢની બાંટવા નગરપાલિકામાં પેટા ચૂંટણીઓ યોજાવાની હોવાથી ત્યાં વિશેષ તકેદારી રાખવામાં આવશે. આ નિરીક્ષકો ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર ચાંપતી નજર રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *