જિલ્લા ભાજપમાં સબ કા સાથ સબ કા વિકાસ

તમામ જૂથોની સહમતીના કારણે અલ્પેશ ઢોલરિયા બીજી ટર્મ માટે રીપીટ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખપદે ગોંડલ માર્કેટ યાર્ડનાં ચેરમેન અલ્પેશ ઢોલરીયાને વિના વિઘ્ને રીપીટ કરવામા આવ્યા…

તમામ જૂથોની સહમતીના કારણે અલ્પેશ ઢોલરિયા બીજી ટર્મ માટે રીપીટ

રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખપદે ગોંડલ માર્કેટ યાર્ડનાં ચેરમેન અલ્પેશ ઢોલરીયાને વિના વિઘ્ને રીપીટ કરવામા આવ્યા છે. અલ્પેશ ઢોલરીયાને જિલ્લા ભાજપમાં સબ કા સાથ સબ કા વિકાસ વાળો સ્વભાવ ફળ્યો હોય તેમ જિલ્લા ભાજપનાં ડો. ભરત બોઘરા, જયેશ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, જયરાજસિંહ જાડેજા સહિતનાં મોટા નેતાઓનો સીધો સપોર્ટ હતો તેના કારણે અલ્પેશ ઢોલરીયાને બીજી ટર્મ માટે પણ રીપીટ કરવામા આવ્યા છે. પ્રથમ ટર્મમા અલ્પેશ ઢોલરીયા કોઇપણ મોટા વિવાદમા આવ્યા વગર પાર્ટીમા સરળતાથી ધારાસભાની ચુંટણીઓ ઉપરાંત તાજેતરમા યોજાયેલી પાંચ નગરપાલિકાઓની ચુંટણીઓમા પણ સંકલન જાળવી ભાજપને વિજય અપાવવામા સફળ રહયા હતા અને તેનુ ઇનામ ઢોલરીયાને મળ્યુ છે.

ગઇકાલે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અલ્પેશ ઢોલરીયાનુ નામ વિધીવત જાહેર થતા ભાજપનાં તમામ આગેવાનો અને કાર્યકરોએ આ જાહેરાતને વધાવી લીધી હતી અને બીજી ટર્મ માટે અલ્પેશ ઢોલરીયાને સફળતાની શુભકામના પાઠવી હતી. ભાજપનાં પ્રમુખપદ માટે દાવેદારી શરૂ થઇ ત્યારથી અલ્પેશ ઢોલરીયા રીપીટ થાય તેવુ નિશ્ર્ચિત મનાતુ હતુ. શરૂઆતમા અમુક દાવેદારોએ ઢોલરીયાને વિવાદમા નાંખવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમા પણ તેઓ સફળ થઇ શકયા નથી. હવે ઢોલરીયા માટે બીજા 3 વર્ષનો પટ્ટો રીન્યુ થઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *