શાળાઓમાં મહેકમ જળવાવા છતાં પણ શિક્ષકોને છૂટા નહીં કરતા બદલી કેમ્પ ઠપ

મહેકમવાળી શાળામાંથી શિક્ષકોને છૂટા અને ખાલી જગ્યામાં ભરતી કરવા શિક્ષણમંત્રીને રજૂઆત શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમા શિક્ષકોની બદલી માટેનો જિલ્લાઓમા કેમ્પ યોજાયો હતો જેમા કેટલીક જગ્યાઓ…

મહેકમવાળી શાળામાંથી શિક્ષકોને છૂટા અને ખાલી જગ્યામાં ભરતી કરવા શિક્ષણમંત્રીને રજૂઆત

શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમા શિક્ષકોની બદલી માટેનો જિલ્લાઓમા કેમ્પ યોજાયો હતો જેમા કેટલીક જગ્યાઓ ખાલી પડતી હોય ત્યા શિક્ષકોની ભરતી ટલ્લે ચડી છે જેથી શિક્ષકો બદલીના લાભથી વંચિત રહયા છે જેમાં અમૂક શાળાઓમા પ0નું મહેકમ જળવાઇ રહયુ હોય તે શાળામાથી શિક્ષકોને છુટા નહી કરતા પણ આ કામગીરી અટકી પડી છે જેથી વહેલી તકે આવી શાળામાથી શિક્ષકોને છુટા કરવા અને ખાલી પડેલી જગ્યા પર ભરતી કરી અને બદલીથી વંચિત રહેલા શિક્ષકોને લાભ આપવા પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા સરકારમા રજૂઆત કરાઇ છે.

પ્રાથમિક શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં 50 ટકા કરતા વધુ મહેકમ જળવાતું હોય તે જગ્યાએ શિક્ષકો ને છૂટા કરવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોને છૂટા ન કરતા હોવાની ફરિયાદ મળી છે. જેમાં ખાલી રહેતી જગ્યાઓમાં નવી ભરતી કરી વધુ શિક્ષકોને મુકવા રજૂઆત કરાઇ છે. જેમાં સોમવારે મુખ્યમંત્રી કક્ષાએ પણ જિલ્લા ફેરબદલી બાદ ખાલી રહેતી જગ્યાઓ બાબતે બેઠક કરી હતી.

કચ્છના પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકો ની અછત થતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં વધુ 1364 શિક્ષકો જિલ્લા ફેર બદલી કરાવીને વતનની વાટ પકડી છે. હજુ પણ જિલ્લા ફેર બદલીનો બીજો રાઉન્ડ બાકી હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ બદલી કેમ્પનો અમલ કરવામાં આવશે. તો જિલ્લામાં 9496 ના મહેકમ સામે 50 ટકા જેટલી જગ્યા ખાલી થશે. જિલ્લાને 1600 શિક્ષક નવા મળવાના છે, તેના પહેલા તેનાથી વધુની સંખ્યામાં તો જિલ્લા ફેર બદલીઓ થઈ ચૂકી છે. એવી આશા હતી કે નવી ભરતીના કારણે જિલ્લામાં શિક્ષકોની ઘટ છે તે પુરાઇ જશે પરંતું તેના બદલે તો શિક્ષકો (ઝયફભવયિ)ની ઘટ વધી રહી છે.

વર્ષ 2023 અને 2024માં જિલ્લામાંથી કુલ 3400 જેટલા શિક્ષકો એ ઘરની વાટ પકડીને જિલ્લા ફેર બદલીઓ કરાવી ગયા છે. જિલ્લાના રાજકીય નેતાઓએ પણ આ બાબતે રાજ્ય સરકારને અસરકારક રજૂઆત કરવી જરૂૂરી છે. જો સરકાર દ્વારા શિક્ષણ બાબતે કચ્છ જિલ્લાની અપેક્ષા કરવામાં આવશે તો સરહદી જિલ્લામાં શિક્ષણની ગંભીર પરિસ્થિતિ ઊભી થશે. કચ્છમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકની ઘટ જોવા મળી રહી છે. એમાં પણ હવે 400 જેટલા શિક્ષકો ઓફ લાઇન અને 1364 જેટલા શિક્ષકો ઓનલાઇન ફેર બદલી કરી રહ્યા છે ત્યારે એમની સામે માત્ર 25 શિક્ષક જ કચ્છ આવ્યા છે, અત્યારે કચ્છમાં પ્રાથમિક સરકારી શાળામાં શિક્ષકોની મોટી ઘટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *