રિંગરોડ-1ની ધરમૂળથી કાયાપલટ કરી પહોળો કરવા 1 અબજનું એસ્ટિમેટ તૈયાર

રાજકોટની વધતી વસતી અને વધતા વાહન વ્યવહારના લીધે શહેરની માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના 11 કી.મી.ના રિંગરોડ-1ની પહોળાઇ હવે ટુંકી પડવા લાગી છે. તેનો…

રાજકોટની વધતી વસતી અને વધતા વાહન વ્યવહારના લીધે શહેરની માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના 11 કી.મી.ના રિંગરોડ-1ની પહોળાઇ હવે ટુંકી પડવા લાગી છે. તેનો કાયમી ઉકેલ લાવવા માટે મનપાએ રિંગરોડ-1ની સમુળગી ડિઝાઇન જ બદલી નાખવાનો નિર્ણય લીધો છે. રિંગરોડ-1ની ધરમુળથી કાયાપલટ કરી નાખવામા આવશે. નવી ડિઝાઇનમાં રોડની બન્ને બાજુથી સાયકલ ટ્રેક ઉપર કાતર ફેરવી નાખવામા આવશે. વચ્ચે આવતા બીઆરટીએસ ટ્રેકની પહોળાઇ પણ ઘટાડી નાખવામા આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે રૂૂ.100 કરોડનું એસ્ટિમેટ તૈયાર કરવામા આવ્યુ છે. હાલ ગ્રાન્ટના વાંકે ટેન્ડર પ્રક્રિયા અટકી છે.

શહેરની માથાફાડ ટ્રાફિક સમસ્યાથી ઘેરાઇ ગયેલા રિંગરોડ-1 પર નાના-મોટા અકસ્માતો રોજિંદા બની ગયા છે. અહીં ખુદ મનપાની સિટી બસે એકસાથે અનેક વાહનોને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની નાની-મોટી ઘટનામાં ગંભીર ઇજા થવાના બનાવો તો હવે કાયમી બની ગયા છે. અકસ્માત ઝોન બની ગયેલા રિંગરોડ-1ને કઇ રીતે પહોળો કરવો? તે માટે લાંબા અભ્યાસ બાદ હવે નવી ડિઝાઇનથી રિંગરોડ-1ની કાયાપલટ કરવામા આવશે.

નવી ડિઝાઇનમાં હાલમાં રોડની બન્ને બાજુ સાયકલ ટ્રેક છે એ કાઢી નાખવામા આવશે. સર્વિસ રોડને પણ દૂર કરવો અથવા તો પહોળાઇ ઘટાડવાનો વિકલ્પ ડિઝાઇનમાં મુકાયો છે. આ ઉપરાંત સેન્ટ્રલમાં બીઆરટીએસ બસ માટેનો જે સિમેન્ટ ટ્રેક છે તેની પહોળાઇ પણ ઘટાડી નાખવામા આવશે(બસને આમને-સામનેથી પસાર થવામાં અનુકુળ રહે તેટલી જગ્યા રાખીને) આ બન્ને ફેરફાર કરવાથી રોડની પહોળાઇમાં બહુ મોટો ફરક આવી શકશે. આ સમગ્ર કામ માટે રૂૂ.100 કરોડ એટલે કે 1 અબજનો ડિ.પી.આર. તૈયાર કરાયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં જ આ કામ હાથ પર લેવાની મનપાની તૈયારી હતી. પરંતુ ખાડી યુધ્ધના કારણે આવેલી વૈશ્વિક મંદીમાં કરકસરના ભાગરૂૂપે ગ્રાન્ટ મળી નથી. જેના કારણે ટેન્ડર પ્રક્રિયા અટકી છે.

અમદાવાદના એસ.જી. હાઇ-વે જેવો બનશે રોડની સાઇડમાં ફૂડ સ્ટોલની પણ વિચારણા
અમદાવાદના એસ.જી. હાઇ-વે જે રીતે ડેવલપ કરવામા આવ્યો એ જ ડિઝાઇનથી રિંગરોડ-1માં ફેરફાર થવા જઇ રહ્યો છે. રોડ ખાસ્સો એવો પહોળો બનશે. દોઢસો ફૂટના રિંગરોડની આ કાયાલટમાં જે રીતે એસજી હાઇવે પર કોઇને નડતરરૂૂપ ન થાય એ રીતે નાના એવા ફૂડ સ્ટોલ છે તેવા ફૂડ સ્ટોલ બનાવવાની પણ વિચારણા છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનીરશીપથી આવા ફૂડ સ્ટોલ બનાવી લીઝ પર આપી શકાય તેવી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *