ક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી ઘોડીપાસાની ક્લબ ઝડપાઈ

એલસીબીનો દરોડો : રૂા. 2.45 લાખના મુદ્દામાલ સાથે 11 ઝડપાયા જામનગરમાં ગુલાબ નગર નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ફૈઝલ અબ્દુલભાઈ ખેરાણી નામના સુમરા શખ્સ દ્વારા…

એલસીબીનો દરોડો : રૂા. 2.45 લાખના મુદ્દામાલ સાથે 11 ઝડપાયા

જામનગરમાં ગુલાબ નગર નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ફૈઝલ અબ્દુલભાઈ ખેરાણી નામના સુમરા શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ઘોડીપાસા ના જુગારની મીની કલબ ચલાવાઇ રહી છે, અને ગુલાબ નગર સહિતના આસપાસના વિસ્તારમાંથી જુગારીયા તત્વોને બોલાવીને ઘોડીપાસાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડીને મળી હતી.


જેથી ગઈકાલે મોડી રાત્રે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો, જે દરોડા દરમિયાન ઉપરોકત રહેણાંક મકાનમાં મકાન માલિક સહિત 11 જેટલા શખ્સો ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા નજરે પડ્યા હતા.
આથી પોલીસે મકાન માલિક ફૈઝલ અબ્દુલભાઈ ખેરાણી,હાસમભાઈ ગુલામભાઈ જીવરાણી, રહીમ ઇબ્રાહીમભાઇ ખીરા, સરફરાભાઈ અબ્બાસભાઈ કોચલીયા, અરુણ નાથાભાઈ પરમાર, અબ્દુલ યુસુફભાઈ ખફી, સાહબાજ અલ્તાફભાઈ ખીરા, મહેન્દ્ર કેશુભાઈ મકવાણા, સોહિલ અલારખાભાઈ હીરા, અહમદ ઈકબાલભાઈ શેખ, તેમજ ઇમરાન અનવરભાઈ ખેરાણી વગેરેની અટકાયત કરી લીધી હતી.આ ઉપરાંત પોલીસે બનાવના સ્થળેથી રૂૂપિયા 69,200 ની રોકડ રકમ, ચાર નંગ મોબાઈલ ફોન, અને ચાર મોટર સાયકલ સહિત 2,45,700 ની માલમતા કબજે કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *