મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળો વર્ક્યો; તાવથી વૃધ્ધનું મોત

રાજકોટ સહીત રાજયભરમા મિશ્ર ઋતુમા રોગચાળો વકર્યો હોય તેમ છાશવારે રોગચાળાથી મોત નીપજયા હોવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે વધુ એક બનાવમા માડાડુંગર વિસ્તારમા આવેલા…

રાજકોટ સહીત રાજયભરમા મિશ્ર ઋતુમા રોગચાળો વકર્યો હોય તેમ છાશવારે રોગચાળાથી મોત નીપજયા હોવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે વધુ એક બનાવમા માડાડુંગર વિસ્તારમા આવેલા રઘુનંદન પાર્કમા રહેતા વૃધ્ધનુ તાવથી મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ માડાડુંગર વિસ્તારમા આવેલા રઘુનંદન પાર્કમા રહેતા નથુભાઇ શંભુભાઇ સાકરીયા નામના 70 વર્ષના વૃધ્ધ રાત્રીના નવેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતા ત્યારે તાવની બીમારી સબબ બેભાન હાલતમા ઢળી પડયા હતા. વૃધ્ધને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જયા તેનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમીક તપાસમા નથુભાઇ સાકરીયા બે દિવસની તાવની બીમારીમા સપડાયા બાદ મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *