ટંકારાના હડમતિયા ગામે ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ

ટંકારાના હડમતીયા નજીક પૌરાણિક પાલનપીર મેળો યોજાતો હોય છે જે મેળાને ધ્યાને લઈને ટ્રાફિક સમસ્યા ના સર્જાય તેવા હેતુથી ચાર દિવસ ભારે વાહન પસાર થવા…

ટંકારાના હડમતીયા નજીક પૌરાણિક પાલનપીર મેળો યોજાતો હોય છે જે મેળાને ધ્યાને લઈને ટ્રાફિક સમસ્યા ના સર્જાય તેવા હેતુથી ચાર દિવસ ભારે વાહન પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ટંકારા તાલુકાના હડમતીયા ગામે તા. 16 થી 19 સુધી શ્રી પાલનપીર મંદિર ખાતે ભાદરવી નોમ, દશમ અને અગિયારસને અનુલક્ષી મેઘવાળ સમાજ (અનુ.જાતી) દ્વારા પૌરાણિક મેળો યોજાતો હોય અને રોજના આશરે 5000 માણસો ભેગા થતા હોય જે સાડા ત્રણ દિવસ સુધી ત્યાં જ પોતાની ધાર્મિક જાત્રાનું આયોજન કરતા હોય છે રોડ પર વધુ ભીડ રહેતી હોય અને મેળામાં લજાઈ ચોકડીથી વાંકાનેર તરફ જવાનો સ્ટેટ રોડ નીકળતો હોય અને જીઆઈડીસી વિસ્તાર આવેલ છે જેથી ભારે વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે જેથી પોલીસ અધિક્ષક મોરબી તરફથી મળેલી દરખાસ્તને પગલે જીલ્લા મેજીસ્ટ્રેટ કે બી ઝવેરી દ્વારા તા. 16 થી 19 સુધી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેથી ભારે વાહનચાલકો લજાઈ ચોકડીથી હડમતીયા ગામ અંદર આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહિ અને વાંકાનેરથી જડેશ્વર થઈને હડમતીયા આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *