રૂપાવટીની 10 કરોડની જમીન પરથી દબાણનો સફાયો

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સરકારી જમીનો પર થયેલા દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પડધરી તાલુકાના રૂૂપાવટી ગામ…

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સરકારી જમીનો પર થયેલા દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પડધરી તાલુકાના રૂૂપાવટી ગામ ખાતે વર્ષોથી સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે મામલતદાર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, પડધરી નજીક આવેલા રૂૂપાવટી ગામમાં આશરે આઠ એકર જેટલી સરકારી જમીન પર લાંબા સમયથી દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન પર ઓરડી સહિત ખેતીલક્ષી પ્રવૃત્તિઓના નામે દબાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. વહીવટી તંત્રના ધ્યાને આવ્યા બાદ પડધરી મામલતદાર કચેરી દ્વારા દબાણ દૂર કરવા માટેની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી.

આ મામલે પડધરી મામલતદાર કચેરી દ્વારા સંબંધિત દબાણકર્તાને અગાઉ અનેક વખત નોટિસ પાઠવી સરકારી જમીન પરથી દબાણ સ્વેચ્છાએ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં નોટિસો આપવા છતાં દબાણ દૂર કરવામાં ન આવતાં આખરે વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પડધરી મામલતદાર કેતન સખીયાના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરીની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, અમરસિંહ ચૌહાણ નામના વ્યક્તિ દ્વારા આ સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આશરે આઠ એકર જેટલી વિશાળ જમીન પર કરવામાં આવેલા આ દબાણની બજારકિંમત અંદાજે રૂૂ.10 કરોડથી પણ વધુ થવા જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *