ખાડીના દેશોમાં ફસાયેલા ભારતીયોની વાપસી, લાગણીસભર દ્રશ્યો

તણાવ વચ્ચે મુંબઈ, બેંગલુર અને દિલ્હીમાં ફલાઈટનું સુરક્ષિત આગમન, આજે પણ વિશેષ ફલાઈટસ ચલાવાશે યુએઈમાં ફસાયેલા હજારો ભારતીયો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.…

તણાવ વચ્ચે મુંબઈ, બેંગલુર અને દિલ્હીમાં ફલાઈટનું સુરક્ષિત આગમન, આજે પણ વિશેષ ફલાઈટસ ચલાવાશે

યુએઈમાં ફસાયેલા હજારો ભારતીયો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષના કારણે કેટલાય દિવસો સુધી સ્થગિત રહ્યા બાદ, એરલાઈન્સે મર્યાદિત કામગીરી ફરી શરૂૂ કરતા સોમવારે રાત્રે દુબઈ અને અબુ ધાબીથી ફ્લાઈટ્સ ભારતમાં ઉતરવાનું શરૂૂ થયું હતું.પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, એમિરેટ્સની ફ્લાઈટ EK 500 મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી, જ્યારે અબુ ધાબીથી પહેલી ફ્લાઈટ બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. અન્ય સેવાઓ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી.
દુબઈથી બેંગલુરુ જતી એમિરેટ્સની ફ્લાઈટ EK 568 માં સવાર મુસાફરોએ સેવાઓ ફરી શરૂૂ થતા ભાવુક વાતાવરણનું વર્ણન કર્યું હતું. એક અહેવાલ મુજબ, એર હોસ્ટેસે જાહેરાત કરી કે, “બેંગલુરુની આ ફ્લાઈટમાં તમારું સ્વાગત છે. હા, આ પહેલી ફ્લાઈટ છે,” જે સાંભળી મુસાફરોએ તાળીઓના ગડગડાટ સાથે ખુશી વ્યક્ત કરી હતી.

દુબઈ-બેંગલુરુ ફ્લાઈટના એક મુસાફર સંજીવ મહેતાએ વિમાન ઉપડતા પહેલા આભાર અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “ફ્લાઈટ્સ શરૂૂ કરવા બદલ યુએઈ સત્તાવાળાઓનો આભાર. અમે હમણાં જ ભારત જવા માટે ફ્લાઈટમાં બેઠા છીએ. આ શરૂૂ થયેલી શરૂૂઆતની કેટલીક ફ્લાઈટ્સમાંની એક છે.” મહેતાએ ઉમેર્યું કે મુસાફરો પાસે તૈયારી માટે બહુ ઓછો સમય હતો, પરંતુ ટૂંકી નોટિસ છતાં તેઓ ટિકિટ બુક કરાવી એરપોર્ટ પહોંચવામાં સફળ રહ્યા હતા.

એતિહાદ એરવેઝ દ્વારા સંચાલિત ચાર વિશેષ નિકાસ (યદફભીફશિંજ્ઞક્ષ) ફ્લાઈટ્સ અબુ ધાબીથી ફસાયેલા ભારતીયોને પરત લાવી હતી જેમાં EY216: રાત્રે 8 વાગ્યે દિલ્હી પહોંચી, EY204: રાત્રે 7:40 વાગ્યે મુંબઈ પહોંચી, EY238: રાત્રે 9:45 વાગ્યે બેંગલુરુ પહોંચી, EY334: રાત્રે10:10 વાગ્યે કોચી પહોંચી હતી.
દરમિયાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી છે કે ઈન્ડિગો (ઈંક્ષમશૠજ્ઞ) ફસાયેલા મુસાફરોને મદદ કરવા માટે 3 માર્ચના રોજ જેદ્દાહથી 10 વિશેષ રાહત ફ્લાઈટ્સ ચલાવશે. આ કામગીરી જરૂૂરી મંજૂરીઓ અને હવાઈ ક્ષેત્રની સ્થિતિને આધીન રહેશે. મંત્રાલયે જણાવ્યું કે ઈન્ડિગો આ માટે જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સાથે સંકલન કરી રહી છે.

ટ્રાવેલ પ્લેટફોર્મ ‘EaseMyTrip’એ પણ અસરગ્રસ્તોની મદદ માટે ફુજૈરાહથી દિલ્હી અને મુંબઈ માટે વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. બીજી તરફ,એર ઈન્ડિયાએ તેની મધ્ય પૂર્વની તમામ ફ્લાઈટ્સનું કામચલાઉ સસ્પેન્શન 3 માર્ચના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી લંબાવ્યું છે. એરલાઈને જણાવ્યું હતું કે તેઓ અસરગ્રસ્ત મુસાફરોને રિફંડ અથવા ફ્રી રિશેડ્યુલિંગમાં મદદ કરશે, જ્યારે અમેરિકા, કેનેડા અને યુરોપની તેમની સેવાઓ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *