એલોન મસ્કની સંપત્તિ અધધધ 850 અબજ ડોલર

એક જ દિવસમાં 7 લાખ કરોડનો વધારો, સ્પેસેક્સ અને એકસ એ.આઇ.ના મર્જરથી રોકેટ ગતિએ સંપત્તિ વધી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કુલ સંપત્તિ 850…

એક જ દિવસમાં 7 લાખ કરોડનો વધારો, સ્પેસેક્સ અને એકસ એ.આઇ.ના મર્જરથી રોકેટ ગતિએ સંપત્તિ વધી

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કુલ સંપત્તિ 850 અબજ ડોલર (આશરે 77 લાખ કરોડ) ને વટાવી ગઈ છે. તેમની કુલ સંપત્તિ એક જ દિવસમાં 84 અબજ ડોલર (7 લાખ કરોડ) નો વધારો થયો છે.
ફોર્બ્સ અનુસાર, મસ્ક હવે ઇતિહાસના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. મસ્કની સંપત્તિમાં આ વધારો તેમની રોકેટ મેન્યુફેક્ચરિંગ કંપની સ્પેસએક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ xAI ના મર્જરને કારણે થયો છે.

મસ્કની કુલ સંપત્તિ પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળના જીડીપી કરતા વધુ છે. ફોર્બ્સ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, મસ્કની વર્તમાન કુલ સંપત્તિ 852 અબજ ડોલર દર્શાવે છે. આ ભારતના ટોચના 40 ધનિક લોકોની સંયુક્ત સંપત્તિ કરતા વધુ છે. SpaceX અને xAIનું મર્જર, 1 ટ્રિલિયન કંપની બની છે. મસ્કની રોકેટ કંપની SpaceXએ તેમની અઈં કંપની xAI ને હસ્તગત કરી છે. પહેલાં, આ અલગ હતી. હવે તેઓ એક મોટી કંપની બની ગઈ છે, જેની કુલ કિંમત 1.25 ટ્રિલિયન (આશરે 104 લાખ કરોડ) અંદાજવામાં આવી છે. આ મર્જર સાથે, મસ્કના હિસ્સાનું મૂલ્ય રાતોરાત 84 બિલિયન વધી ગયું.

મર્જર પહેલા, મસ્ક SpaceXના 42% માલિક હતા, જેનું મૂલ્ય 336 બિલિયન હતું. દરમિયાન, xAI માં તેમનો 49% હિસ્સો 122 બિલિયન હતો. મર્જર પછી, નવી કંપનીમાં મસ્કનો હિસ્સો 43% થઈ ગયો છે, જેનું મૂલ્ય એકલા 542 બિલિયન છે.

મસ્ક અને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ વચ્ચેનું અંતર હવે નોંધપાત્ર રીતે વધી ગયું છે. ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ 281 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બીજા સ્થાને છે. મસ્ક તેમના કરતા 578 બિલિયન ડોલર વધુ ધનિક છે. જે દરે તેમની સંપત્તિ વધી રહી છે, તે જોતાં તે ટૂંક સમયમાં વિશ્વના પ્રથમ ’ટ્રિલિયોનેર’ (1,000 બિલિયન ડોલરના માલિક) બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *