ટેક્નોલોજીની દુનિયામાં એલન મસ્ક હવે મોટો ધમાકો કરવાના છે. પોતાની સોશિયલ મીડિયા કંપની એક્સ દ્વારા હવે એલોન મસ્ક XChatએપ્લિકેશન લોન્ચ કરવાની તૈયારી છે. આ એપ્લિકેશન વોટ્સએપને સીધી ટક્કર આપવાની છે. આ એપ પહેલા એક્સની અંદર જ ડાયરેક્ટ મેસેજ ફીચર તરીકે હતી. જોકે હવે આ એક સ્વતંત્ર પ્લેટફોર્મ બનવાનું છે. જેથી યુઝર્સને હવે ટૂંક સમયમાં એક નવો વિકલ્પ મળી રહેશે. XChatજલ્દી એપલના એપ સ્ટોર પર ઉપલબ્ધ થઈ શકે છે. 17 એપ્રિલના રોજ આ એપ લોન્ચ થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. શરૂૂઆતમાં આ એપ આઈફોન અને આઈપેડ જેવા આઈઓએસ ડિવાઈસ પર આવશે. જ્યારે એન્ડ્રોઈડ યુઝર્સને આના માટે રાહ જોવી પડી શકે છે.
આ એપ્લિકેશનને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી રહી છે કે જેમા ડાયરેક્ટ મોટી મેસેજિંગ એપ્લિકેશનને ટક્કર આપી શકાય. ખાસ કરીને આ એપ્લિકેશનમાં પ્રાઈવસી ફોકસડ ફીચર્સ જોવા મળી શકે છે. જે આની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. આમાં એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન મળશે જેનાથી તમારી ચેટ પૂરી રીતે સુરક્ષિત રહેશે અને ત્રીજું કોઈ વ્યક્તિ વાંચી નહીં શકે. યુઝર્સ અહીંયા પ્રાઈવેટ ચેટની સાથે ગ્રુપ ચેટ પણ કરી શકશે. સાથે જે મેસેજ મોકલવામાં આવે છે તેને એડિટ કે ડિલીટ પણ કરી શકાશે.
પ્રાઈવેસીને વધારે મજબૂત બનાવવા માટે સ્ક્રીન શોટ બ્લોક કરવાનું ફિચર પણ વૈકલ્પિક રીતે આપવામાં આવી શકે છે. જેથી પરવાનગી વગર તમારી ચેટનો સ્ક્રીનશોટ કોઈ નહીં લઈ શકે. આ સિવાય વોટ્સએપની જેમ Disappearing messagesનું પણ ફીચર મળશે. જેમા મેસેજ અમુક સમય બાદ ડિલીટ થઈ જશે. વોઈસ નોટ, ઓડિયો અને વીડિયો કોલિંગ જેવી સુવિધાઓ પણ આમાં સામેલ થઈ શકે છે.
હાલ મેસેજિંગ એપ્લિકેશનમાં વોટ્સએપ અને ટેલીગ્રામ સૌથી મોટા નામ છે. XChat આ બંન્નેને પડકાર આપી શકે છે. વોટ્સએપ મોબાઈલ નંબર દ્વારા એકાઉન્ટ બનાવે છે જોકે XChat તમે એક્સ એકાઉન્ટ સાથે જોડાઈ શકશો. એક્સ પહેલાથી એઆઈ પર કામ કરી રહ્યું છે. જેમા ખાસ કરીને ગ્રોક એઆઈ સાથે જેથી એક્સ ચેટમાં પણ એઆઈ ફીચર્સ જોડવામાં આવી શકે છે.
આ સિવાય એક્સ પ્લેટફોર્મ પોતાના પેમેન્ટ સિસ્ટમ એક્સ મની પર પણ કામ કરી રહ્યું છે. જો આ ફિચર એક્સ ચેટ સાથે જોડાય છે તો યુઝર્સને એપની અંદર જ રૂૂપિયા મોકલવા જેવી સુવિધા મળી શકે છે. આ એપ્લિકેશન લોન્ચ થતાની સાથે મેસેજિંગ ઈન્ડસ્ટ્રીમાં પાયાની ટક્કર શરૂૂ થઈ શકે છે. એલન મસ્કનો ઉદ્દેશ સ્પષ્ટ છે કે એક એવું પ્લેટફોર્મ બનાવવું જેમા સોશિયલ મીડિયા, એઆઈ અને પેમેન્ટ એક જ જગ્યાએ લાવવામાં આવે.
