મોરબીના લુંટાવદર ગામમાં અગિયાર વર્ષની બાળકીએ દવા પી કરેલો આપઘાત

  લુંટાવદર ગામના પાદરમાં ઝુપડામાં રહેતા પરિવારની 11 વર્ષની બાળકી કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવ…

 

લુંટાવદર ગામના પાદરમાં ઝુપડામાં રહેતા પરિવારની 11 વર્ષની બાળકી કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબીના લુંટાવદર ગામના પાદરમાં વાડામાં ઝુપડામાં રહેતા વિશનાબેન ગનિયાભાઈ બામનીયા (ઉ.વ.11) નામની બાળકી કોઈ કારણોસર પોતાના ઝુપડામાં ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાઈ હતી સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

યુવકનો આપઘાત
સરતાનપર રોડ પર આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ 28 વર્ષના યુવાને આપઘાત કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ ટીટા સેનેટરી વેર કારખાનાના ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા મહમદ મુર્તુજા છોટન અંસારી (ઉ.વ.28) નામના યુવાને લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો ફરજ પરના તબીબે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ગળાફાંસો ખાધો
ભડિયાદ નજીક આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા 32 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

મોરબીના ભડિયાદ ગામની સીમમાં આવેલ પેન્જોન સિરામિકની લેબર કોલોનીમાં રહેતા પાલસિંગ બ્રીજરાજસિંગ (ઉ.વ.32) નામના યુવાને ગત તા. 27 ના રોજ લેબર કોલોનીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *