શિવરાજપુરના યુવિકા રિસોર્ટમાંથી 24.80 લાખની વીજ ચોરી ઝડપાઇ

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાં પહોંચી ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને રિસોર્ટમાંથી 24 લાખ 80…

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાં પહોંચી ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને રિસોર્ટમાંથી 24 લાખ 80 હજારની મસમોટી વિજ ચોરી પકડી પાડવામાં આવી છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ટુકડીએ ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર વિસ્તારમાં આવેલા યુવિકા રિસોર્ટમાં ઓચિંતો દરોડો પાડયો હતો, અને વીજ ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરી હતી. જે ચેકિંગ દરમિયાન રિસોર્ટ ના સંચાલકો વગેરે દ્વારા પીજીવીસીએલ ના વીજ થાંભલા પરથી સીધો વિજ વાયર જોઈન્ટ કરીને ગેરકાયદે રીતે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આથી વિજ ચેકિંગ ટુકડીએ બનાવનાર સ્થળેથી 15 મીટર જેટલો વીજ વાયર, તથા વિજ મીટર સહિતની સામગ્રી કબજે કરી લેવામાં આવી છે, અને રિસોર્ટ ના સંચાલક પેથાબા સાંગાભા નાયાણી સામે વીજ પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે, અને તેઓને કુલ 24,80થ603 નું વીજ ચોરી નું પુરવણી બિલ ફટકારવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *