ગુજરાતમા કોરોના કાળમા મૃત્યુ પામેલા વીજ કર્મચારીઓનાં વારસદારોને રૂ. રપ લાખની સહાય આપવા વીજ કંપનીનાં વિવિધ યુનિયનોએ સરકાર વારંવાર રજુઆતો કરી કોરોનામા ફરજ દરમિયાન મૃત્યુ પામેલ કર્મચારીઓનાં આશ્રિત પરિવારોને રૂ. રપ લાખની સહાય મંજુર કરાવેલ છે ત્યારે કેટલાક દલાલો સહાયનાં નામે ઉઘરાણા કરી રહયાનુ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે એક અખબારી યાદીમા જણાવી આવા લોકો સાથે કોઇ લેવડ દેવડ નહીં કરવા ચેતવણી આપી છે .
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની યાદી જણાવે છે કે પીજીવીસીએલ કંપનીના તમામ સર્કલના એજીવીકેએસના હોદ્દેદારોને ખાસ જણાવવાનું કે એજીવીકેએસ યુનિયન તરફથી વાસણભાઈ આહીર સિનિયર કાર્યકારી પ્રમુખ, બળદેવભાઈ એસ.પટેલ-સિનિયર સેક્રેટરી જનરલ અને ગોપાલભાઈ માતા-ઉપપ્રમુખ , જીબીઆ એસોસિએશન તરફથી ગોરધનભાઈ ઝડફિયા પ્રમુખ અને અધ્યક્ષ-સંકલન સમિતિ તથા હરેશભાઈ વઘાસિયા-સેક્રેટરી જનરલની મહેનત અને પ્રયત્નો અને ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સમક્ષની વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો આધીન પીજીવીસીએલ કંપની દ્વારા રદ કરેલ કોવિડ-19 માં ફરજ દરમ્યાન મૃત્યુ પામનાર કર્મચારીના આશ્રિત પરિવારને રૂૂ/- 25 લાખનો મળવાપાત્ર લાભ પુન: રીવ્યુ કરી અપાવેલ છે.
સદર લાભમળવાના લીધે અમુક અનિષ્ટ તત્વો અથવા તેમના સાથે મળી એક સાગરીત જેનું નામ પિયુષભાઈ પટેલ-જેનો મો.નં.: 98983 45675 પરથી વ્હોટ્સ અપ પર કોલ કરી રૂૂ/- 5 લાખ સંઘના નામે રૂૂ/ -25 લાખનો લાભમેળવનાર કર્મચારીના વારસદાર તથા તેના પરિવાર પાસે ઉઘરાવી રહ્યા હોવાનું સંઘને જાણવા મળેલ હોય આથી ખાસ જણાવવાનું કે સંઘ આ પ્રકારની કોઈ જ પ્રવૃતિ કરતું નથી અને સંઘને કોઈ પણ પ્રકારે આ પ્રકારની પ્રવૃત્તિ સાથે કોઈ પણ લેવા દેવા નથી જેથી લાભ મેળવનાર કોઈ પણ મૃતકના વારસદાર કે પરિવારના સદસ્યએ ભરમાવવાનું નહીં અને કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ સંઘના નામે કરવી નહીં. સર્વે હોદ્દેદારોને જણાવવાનું કે પોતાના સર્કલ હેઠળ સદર લાભ મેળવનાર પરિવાર/વારસદારને રૂૂબરૂૂ મળી અથવા ટેલિફોનિક ચર્ચા કરી હકીકતથી વાકેફ કરવા જણાવવામાં આવેલ છે.