મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજનાની એડવાન્સ ચૂકવણી પર ચૂંટણી પંચની રોક

મહાપાલિકાની ચૂંટણી પહેલાં સરકાર મકરસંક્રાંતિએ નાણા ટ્રાન્સફર કરવા માગતી હતી રાજ્યની લોકપ્રિય ’લડકી બહેન યોજના’ ના નાણાં એડવાન્સમાં જમા કરવા પર પંચે પ્રતિબંધ મૂકી દીધો…

મહાપાલિકાની ચૂંટણી પહેલાં સરકાર મકરસંક્રાંતિએ નાણા ટ્રાન્સફર કરવા માગતી હતી

રાજ્યની લોકપ્રિય ’લડકી બહેન યોજના’ ના નાણાં એડવાન્સમાં જમા કરવા પર પંચે પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્યમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આદર્શ આચારસંહિતા (ખજ્ઞમયહ ઈજ્ઞમય જ્ઞર ઈજ્ઞક્ષમીભિ)ં લાગુ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, લાભાર્થીઓએ ગભરાવાની જરૂૂર નથી કારણ કે નિયમિત હપ્તાઓ ચાલુ રહેશે, માત્ર આગોતરા ચૂકવણી પર રોક લગાવવામાં આવી છે.

ચૂંટણી પંચને એવી ફરિયાદો મળી હતી કે રાજ્ય સરકાર મકરસંક્રાંતિ નિમિત્તે બહેનોને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે સરકાર ડિસેમ્બર અને જાન્યુઆરી બંને મહિનાના મળીને કુલ 3000 રૂૂપિયા 14 જાન્યુઆરી પહેલા જ લાભાર્થીઓના ખાતામાં જમા કરી દેશે. આ પ્રકારના ’એડવાન્સ પેમેન્ટ’ ને મતદારોને રીઝવવાના પ્રયાસ તરીકે જોઈને પંચે મુખ્ય સચિવ પાસે સ્પષ્ટતા માંગી હતી.

મુખ્ય સચિવના અહેવાલ બાદ ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે: નિયમિત લાભ ચાલુ રહેશે: યોજના હેઠળ જે લાભો નિયમિત રીતે મળવાપાત્ર છે અથવા જે બાકી છે, તે વિતરિત કરી શકાશે. એડવાન્સ પેમેન્ટ પર પ્રતિબંધ: જાન્યુઆરી મહિનાનો લાભ ડિસેમ્બરમાં કે જાન્યુઆરીની શરૂૂઆતમાં ’એડવાન્સ’ તરીકે આપી શકાશે નહીં. આ ઉપરાંત આચારસંહિતાના સમયગાળા દરમિયાન કોઈ પણ નવા લાભાર્થીઓની નોંધણી કે પસંદગી કરી શકાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *