ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે પોતાના ઘરે સુતી વૃદ્ધા નું ગળું અને મોઢું દબાવી હત્યા કરી કાનમાં પહેરેલ સોનાની કડીઓની લૂંટ ચલાવી આરોપી નાસી છૂટ્યો હતો.
હત્યા અને લૂંટના આ બનાવ ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે રહેતા ઉજીબેન વલ્લભ ભાઈ પ્રજાપતિ ઉં. વ.85 પોતાના ઘરે ઓસરીમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ એ આવી
ઉજીબેન નું ગળું અને મોઢું દબાવી હત્યા કરી બેને કાનમાં પહેરેલ સોનાની કડી નંગ 6 તથા કાનમાં પડેલ સોના ની ટોટી નંગ 2 ની લૂંટ ચલાવી નાખી છૂટ્યા હતા. બનાવની જાણ થતા જ મહુવા પોલીસ નો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે મૃતક ના પૌત્ર વિજયભાઈ વાળાએ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
