ઘરે બેભાન થઈ ઢળી પડતાં હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં આસ્થા ચોક પાસે શેરી નં.14માં રહેતાં રાજેશ્રીબા તખતસિંહ રાઠોડ (ઉ.59) નામના પ્રૌઢા આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં તબીબો દ્વારા હાર્ટએટેક આવતાં મોત થયાનું જણાવવામાં આવ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.
