વેરાવળમાં તાંત્રિક વિધિના બહાને વૃધ્ધા સાથે 76.66 લાખની ઠગાઈ

તાંત્રિક વિધિનાં બહાને વૃધ્ધાને હીરા-માણેક સોનુ અપાવવાની લાલચ આપેલ; બે આરોપી સામે ગુનો નોંધાયો વેરાવળના ભીડીયા વિસ્તારમાં રહેતા વૃધ્ધ મહીલા પાસે ઉના ના એક શખ્સે…

તાંત્રિક વિધિનાં બહાને વૃધ્ધાને હીરા-માણેક સોનુ અપાવવાની લાલચ આપેલ; બે આરોપી સામે ગુનો નોંધાયો

વેરાવળના ભીડીયા વિસ્તારમાં રહેતા વૃધ્ધ મહીલા પાસે ઉના ના એક શખ્સે આવી અમોદ્દા મસાણ ની જગ્યામાંથી અબજો રૂૂપિયાની હીરા માણેક સોનું કાઢી આપવાની લાલચ આપી તાંત્રિક વિધી ના બહાને રૂૂા.76,66,645 ની ઠગાઈ કરતા બે આરોપીઓ સામે ગુનો નોધી પોલીસે તપાસ હાથ ધરેલ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ ભીડીયા પ્લોટ વિસ્તારમાં રહેતા વૃધ્ધ વિજયાબેન દામજીભાઈ ચોરવાડી ઉ.62 એ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે, પારીવારીક સંબંધ ધરાવતા ઉના રહેતા આરીફ ગફાર ઉર્ફે ભરો વરીવાળી 2024 ના જાન્યુઆરી મહીનામાં મોટરકાર લઈને ઘરે આવેલ અને કહેલ કે અંધારી તાંત્રીક મને મળેલ હોવાનું જણાવેલ અને અમોદ્દા મસાણે સાથે બેસાડી કહેલ કે મારી પાસે અંધોર શકિત છે મારી મૃત્યુ નજીક હોય મસાણ નજીક જમીન માં અબજો રૂૂપીયાના હીરા માણેક સોનું દેખાતું હોય મારે તને આપી ને મરવું છે તેના માટે તાંત્રીક વીધી કરવી પડશે જેથી જે તે વખતે મે આરોપીની કહેલ કે આજના જમાના માં આવું શકય નથી ત્યારે આરોપીએ જણાવેલ કે મને અંધોરી ઉપર વિશ્વાસ છે જે જરૂૂર કરી આપશે પણ સોનાની વસ્તુ રૂૂપીયા આપવા પડશે તેમ કહી વિશ્વાસ માં લીધેલ હતા થોડાક દિવસ બાદ ફોન ઉપર કહેલ કે અંધોરી બાબા આવેલ છે તે મને બેસાડીને લઈ ગયેલ ત્યારે અંધોરી બાબા મળેલ હતા તેમને હીન્દી માં કહેલ કે તુમારા સબ કામ હો જાએગા આરીફભાઈ જેસા બોલે તેસા કરના હે જેથી મને વિશ્વાસ બેસી ગયેલ બે દિવસ બાદ અંધોરી વીધી કરવાની સામ્રગી માંગાવેલ તેમાં રોકડા રૂૂા.25 લાખ તેમજ સોનાના ત્રણ નાગ 115 ગ્રામ ના બનાવવાનું જણાવેલ ત્યારબાદ બીજા બે નાગ રૂા.11,95,000 ના થોડા દિવસો બાદ અંધોરી બાબા એ એક ખોડીયાર માતા ની મૃતિ શ્રૃંગાર માં ચેઈન, બુટી, વીટી, પેડલ સોનાના તથા ચાંદીના સાકળા થાળી ચડાવવાની છે.

આ વીધી મસાણે કરવાની છે અંધોરી બાબા હવન કરશે હું તમને બોલાવું એટલી આવી જાજો એટલે સોનાના ચરૂૂ, હીરા, માણેક જમીન માંથી નિકળશે જેમાં આપણા બન્નેનો ભાગ રહેશે 2024 થી 2025 સુધી રૂૂા.76,66,645 તાંત્રીક વીધી ના બહાને ઠગાઈ કરી ગયેલ હોય ઘણા દિવસો ફોન ન આવતા શંકા જતા ફોન કરતા અલગ અલગ બહાના બતાવતા હોય જેથી રોકડા રૂૂપીયા દાગીના પરત આપવાનું કહેતા આરીફ ઉર્ફે ભુરો એકદમ ઉશ્કેરાઈ જઈ મને કહેલ કે જો હવે મને ફોન કરશો તો ટાટીયા તોડી આતરડા બહાર કાઢી આપી દઈશ બધુ ભુલી જજો તમને કંઈ મળશે નહી તારા થી થાય તે કરી લેજે તેમ કહેતા પોલીસમાં જાણ કરતા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *