જોડિયાના બોડકામાં મોડી રાત્રે વૃદ્ધ મહિલાને માર મારી અડધા લાખની માલમતાની લૂંટ

  ગળું દબાવી એક મહિલા સહિતના ચાર લૂંટારૂૂઓ સોનાના ઠોળિયા અને રોકડ રકમ લૂંટી ગયા: ટોળકી હાથવેંતમાં: જીરાગઢમાં પણ લૂંટ ચલાવ્યાનું ખુલ્યું જામનગર જિલ્લાના જોડીયા…

 

ગળું દબાવી એક મહિલા સહિતના ચાર લૂંટારૂૂઓ સોનાના ઠોળિયા અને રોકડ રકમ લૂંટી ગયા: ટોળકી હાથવેંતમાં: જીરાગઢમાં પણ લૂંટ ચલાવ્યાનું ખુલ્યું

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બોડકા ગામમાં ગઈ મોડી રાત્રે લૂંટારૂૂ ટોળકી ત્રાટકી હતી, અને ફળિયામાં ખાટલો નાખીને સૂતેલા એક વૃદ્ધ મહિલાનું ગળું દબાવી માર મારી કાનમાંથી સોનાના ઠોળીયા અને રોકડ રકમ સહિત રૂૂપિયા અડધા લાખની માલમતા ની લૂંટ ચલાવ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. એલસીબી ની ટીમ અને જોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે, અને લૂંટારૂૂ ટોળકી હાથ વેતમાં આવી છે. જેઓએ જીરાગઢમાં પણ આવી એક ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના બોડકા ગામમાં રહેતા જશવંતીબેન જગદીશભાઈ ગડારા નામના 80 વર્ષના પટેલ વૃદ્ધ મહિલા ગઈકાલે રાત્રિના એકાદ વાગ્યા આસપાસ પોતાના મકાનના ફળિયામાં ખાટલો ઢાળીને સુતા હતા, તે દરમિયાન એક સ્ત્રી અને ત્રણ પુરુષ સહિતના ચાર લૂંટારું શખ્સો ફળિયામાં ઘુસી આવ્યા હતા, અને વૃદ્ધ મહિલા નું મોઢું અને ગળું દબાવી તેમના કાનમાંથી સોનાના ઠોળીયા ની લૂંટ ચલાવી હતી, સાથો સાથ રોકડ રકમ ભરેલું પર્ષ પણ લૂંટી લીધું હતું, અને ચારેય લૂંટારુઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા.

જેથી સૌ પ્રથમ જસવંતીબેન ને જોડિયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, ત્યારબાદ તેઓએ જોડિયા પોલીસ મથકમાં બનાવની જાણ કરીને ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે અજાણ્યા લૂંટારુઓ સામે રૂૂપિયા અડધા લાખની માલમત્તાની લૂંટ ચલાવવા અંગેનો ગુનો નોંધ્યો છે.

જે બનાવની તપાસમાં એલસીબી ની ટુકડી એ પણ ઝુકાવ્યું છે, અને એલ.સી.બી. ની ટીમ તથા જોડિયા પોલીસે કોમ્બિંગ હાથ ધરી લૂંટારૂૂ ટોળકીને હાથ વેંતમાં લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ જીરાગઢ ગામમાં પણ એક લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *