સાયલાના નાગડકા ગામે વૃદ્ધનું હૃદય રોગના હુમલાથી મોત

જેતપુરના પેઢલાના આધેડનું એપેન્ડીશના ઓપરેશન બાદ બેભાન હાલતમાં મૃત્યુ સાયલા તાલુકાના નાગડકા ગામે રહેતા વૃદ્ધનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…

જેતપુરના પેઢલાના આધેડનું એપેન્ડીશના ઓપરેશન બાદ બેભાન હાલતમાં મૃત્યુ

સાયલા તાલુકાના નાગડકા ગામે રહેતા વૃદ્ધનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાયલાના નાગડકા ગામે રહેતા જેશાભાઈ ગાંડાભાઈ બગોદરિયા નામના 65 વર્ષના વૃદ્ધ મધરાત્રે નાગરકા ગામે રહેતા વિનુભાઈ કુકડિયાની વાડીએ હતા ત્યારે તેમને હદય રોનો હુમલો આવતા સુરેન્દ્રનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

બીજા બનાવમાં જેતપુરના પેઢલા ગામે રહેતા દિનેશભાઈ દેવશીભાઈ જેઠવા ઉ.વ.48 ગત તા. 28ના રોજ જેતપુરમાં ખાનગી હોસ્પિટલમાં એપેન્ડીસનું ઓપરેશન કરાવ્યા બાદ તબીયત લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસહાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *