ખાટલામાં બીડી પીતી વેળા આગ લાગતા વૃધ્ધનું મોત

  જામનગરમાં વિજયનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષના એક બુઝુર્ગ કે જેઓ લકવાગ્રસ્ત બન્યા હતા, અને ખાટલામાં બીડી પી રહ્યા હતા. તે દરમિયાન તણખાના કારણે પોતે…

 

જામનગરમાં વિજયનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષના એક બુઝુર્ગ કે જેઓ લકવાગ્રસ્ત બન્યા હતા, અને ખાટલામાં બીડી પી રહ્યા હતા. તે દરમિયાન તણખાના કારણે પોતે સળગીને ગંભીર સ્વરૂૂપે દાજી ગયા બાદ તેઓનું કરુણ મૃત્યુ નીપજયું છે,જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

આ ઘટનાની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર નજીક વિજયનગર શેરી નંબર -3 માં રહેતા પરબતભાઈ રાજાભાઈ ગોજીયા નામના 65 વર્ષના બુઝુર્ગ કે જેઓને છેલ્લા કેટલાક સમયથી પેરાલીસીસ થઈ જતાં તેઓનું અડધું શરીર કામ કરતું ન હતું, દરમિયાન તેઓ ગત 21 મી જાન્યુઆરી ના રોજ પોતાના ઘેર ખાટલામાં સુતા સુતા બીડી પીતા હતા, ત્યારે તણખો ખાટલામાં કપડા પર પડતાં સળગી ગયા બાદ અગ્નિ અકસ્માતમાં પોતે પણ ગંભીર સ્વરૂૂપે દાજી ગયા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં દસ દિવસની સારવાર બાદ ગઈકાલે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર દિનેશભાઈ પરબતભાઈ ગોજીયાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એએસઆઈ ટી.કે. ચાવડા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને પરબતભાઈ ના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જમીન પર પટકાતા મોત
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકનું પોતાના ઘેર જમીન પર પટકાઈ પડતાં ગંભીર ઇજા થયા બાદ મોત નિપજયું હતું.જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા વીરાભાઇ આલાભાઇ મકવાણા (40) ગઈકાલે પોતાના ઘેર એકાએક જમીન પર પટકાઈ પડ્યા હતા, અને બેશુદ્ધ થયા હતા. જેને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયત્ન કરતાં તબિબ એ તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવવ અંગે મૃતકના નાના ભાઈ પુંજાભાઈ આલાભાઇ મકવાણાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *