રેલનગરમાં લિફ્ટ રીપેરિંગ દરમિયાન વીજ કરંટ લાગતા પ્રૌઢનું કમકમાટીભર્યું મોત

ઓસ્કાર એપાર્ટમેન્ટમાં પંખો સરખો કરતી વખતે શોક લાગ્યો રાજકોટના રૂૂખડીયાપરા નકલંકપરા વિસ્તારમાં રહેતા 53 વર્ષીય પ્રૌઢ થોમસ કુરા મેથ્યુ ગઈકાલે સાંજે રેલનગર વિસ્તારમાં આવેલા ઓસ્કાર…

ઓસ્કાર એપાર્ટમેન્ટમાં પંખો સરખો કરતી વખતે શોક લાગ્યો

રાજકોટના રૂૂખડીયાપરા નકલંકપરા વિસ્તારમાં રહેતા 53 વર્ષીય પ્રૌઢ થોમસ કુરા મેથ્યુ ગઈકાલે સાંજે રેલનગર વિસ્તારમાં આવેલા ઓસ્કાર એપાર્ટમેન્ટમાં લિફ્ટ રીપેરીંગનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક વીજ કરંટ લાગવાના કારણે તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

મૃતક થોમસભાઈ વ્યવસાયે લિફ્ટ રીપેરીંગનું જ કામ કરતા હતા અને ગઈકાલે સાંજના સમયે તેઓ એપાર્ટમેન્ટની લિફ્ટના ઉપરના ભાગે ચડીને ત્યાં આવેલો પંખો રીપેર કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક લિફ્ટમાં શોર્ટ સર્કિટ થતાં તેમને જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. કરંટ એટલો જોરદાર હતો કે પ્રૌઢ લિફ્ટ પર જ ઢળી પડ્યા હતા અને આ ગંભીર અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ અકસ્માતને પગલે એપાર્ટમેન્ટના રહીશો અને સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.બનાવની જાણ થતા જ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.કે.ચાવડા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરના કાગળો કરીને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *