મવડી પ્લોટમાં બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત

શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા વૃદ્ધે ગઈકાલ સમી સાંજે ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બીમારીથી કંટાળી જઈ વૃદ્ધે આ પગલું ભરી લીધું હોવાનું…

શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા વૃદ્ધે ગઈકાલ સમી સાંજે ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બીમારીથી કંટાળી જઈ વૃદ્ધે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ મવડી પ્લોટ શેરી નંબર 4 માં રહેતા સંજુબા વિસુભા ગોહિલ (ઉ.વ 63) નામના વૃદ્ધે ગઈકાલ સમી સાંજના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગેની જાણ કરાતા 108 ના ઇએમટીએ અહીં આવી જોઈ તપાસી વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. બનાવને લઇ માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ હર્ષદભાઈ પરમાર તથા સ્ટાફે અહીં પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. વૃદ્ધ છેલ્લા દસેક વર્ષથી નિવૃત્તિનું જીવન પ્રસાર કરે છે તેમને સંતાનમાં બે પુત્ર છે. ગઈકાલે સાંજે વૃદ્ધની પૌત્રી અહીં કપડાં સૂકવવા માટે આવતા દાદાને લટકતી હાલતમાં જોઈ તુરંત પિતાને જાણ કરી હતી. વૃધ્ધને છેલ્લા ઘણા સમયથી પેટના દુ:ખાવાની બીમારી હોય તેનાથી કંટાળી જઇ તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *