શ્રીનાથજી સોસાયટીમાં વૃધ્ધનો બીમારીથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત

શહેરમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં વૃધ્ધે બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…

શહેરમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં વૃધ્ધે બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શ્રીનાથજી સોસાયટી વિનાયકનગરમાં રહેતાં ધીરજભાઈ આપાભાઈ ડાંગર નામના 67 વર્ષના વૃધ્ધે માનસિક બિમારીથી કંટાળી પોતાના ઘરે રસોડામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ ઉપરાંત બીજા બનાવમાં સેન્ટ્રલ જેલમાં સજા કાપતાં વિશાલ ભનાભાઈ સોરાણી નામના 24 વર્ષના યુવકને રાત્રીના સમયે છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *