વાંકાનેરમાં વૃદ્ધાનો માતાજીના મઢમાં ગળાફાંસો ખાઇ આપઘાત

વાંકાનેરના નવાપરા શેરી નં 5 માં રહેતા મનુભાઈ હરજીભાઈ બારૈયા (ઉ.વ.62) નામના વૃદ્ધ ગત તા. 23 ના રોજ પોતાના ઘર પાસે આવેલ માતાજીના મઢમાં પંખા…

વાંકાનેરના નવાપરા શેરી નં 5 માં રહેતા મનુભાઈ હરજીભાઈ બારૈયા (ઉ.વ.62) નામના વૃદ્ધ ગત તા. 23 ના રોજ પોતાના ઘર પાસે આવેલ માતાજીના મઢમાં પંખા સાથે પટો બાંધી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે પોલીસે તપાસમાં બીમારીથી કંટાળી વૃદ્ધે આપઘાત કરી લીધાનું ખુલ્યું છે વાંકાનેર સીટી પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે.

બાઇકની ચોરી
મોરબીના પાનેલી રોડ પરના મચ્છોનગર (રફાળેશ્વર) ગામે રહેતા ગૌતમભાઈ વજુભાઈ વામજા (ઉ.વ.22) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 15-02 ના સાંજના છથી રાત્રીના નવ વાગ્યા દરમીયાન ફરિયાદીનું બાઈક જીજે 36 એબી 6066 કીમત રૂૂ 40,000 વાળું રફાળેશ્વર ગામે ઓમ એન્જીનીયરીંગ કંપની પાસે ખુલ્લી જગ્યામાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું પહેલા માળેથી નીચે પટકાતા મોત
મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બુટાની વાડીમાં રહેતા જગદીશભાઈ સવજીભાઈ પરમાર (ઉ.વ.39) નામના યુવાન ગત તા. 22 ના રોજ બપોરે વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ મોટો સ્ટોન કારખાનામાં સેન્ટીંગ કામ કરતા હતા અને પહેલા માળેથી નીચે પટકાતા ઈજા પહોંચી હતી અને યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *