ગોંડલનો આઠ વર્ષનો ટાબરિયો આઠ મિનિટમાં 200 દાખલા ગણી યુસીમાસની કોમ્પિટિશનમાં ચેમ્પિયન

કોઈ નો મોબાઈલ નમ્બર સાંભળો અને સાંભળતા ની સાથે જ તેનો ટોટલ શક્ય બને ? શુ 2 થી 3 મિનિટ માં 100 કે 200 ગુણાકાર…

કોઈ નો મોબાઈલ નમ્બર સાંભળો અને સાંભળતા ની સાથે જ તેનો ટોટલ શક્ય બને ? શુ 2 થી 3 મિનિટ માં 100 કે 200 ગુણાકાર કે ભાગાકાર થઈ શકે ? કોઈ પણને પૂછશો તોના જ પાડશે. પણ ગોંડલમાં એવા બાળકો છે કે જેના માટે આ રમતવાત છે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીના આ જમાનામાં અઈં એ પણ છે તો હ્યુમન ઇન્ટેલિજન્સીની જ ઉપજને. તા 21ના બરોડા ખાતે યોજાયેલ યુસીમાસની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં 2000 થી વધુ બાળકો એ અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધેલ.

8 મિનિટ માં 200 દાખલા અને એ પણ કોઈ પણ જાતના કેલ્ક્યુલેટર, કોમ્યુટર કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસની મદદ વગર, અશક્ય લાગે એવી આ ક્ષમતા પ્રાપ્ત કરીને ગોંડલના પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના 8 વર્ષના વેકરિયા ધ્વનિત દીપેનભાઈ ઋક2 કેટેગરીમાં ચેમ્પિયન બન્યો. અને ભાલાળા રિશીકા ઋષિરાજભાઈએ દ્વિતીય રેન્ક મેળવ્યો. ખાખરીયા ક્રિશિવએ ણ2 કેટેગરીમાં દ્વિતીય રેન્ક મેળવ્યો. સાટોડીયા ધર્મ, ડોબરીયા જિયાંન, ગજેરા અચ્યુત, ભોરણીયા રુદ્રા એ અલગ અલગ કેટેગરીમાં તૃતીય રેન્ક મેળવ્યો. ક્રિશિવ મિલનભાઈ કતબા અણ3 કેટેગરીમાં 4વિં રેન્ક અને ખાતરા કુશ અને ભાલાળા શિવમ એ 5વિં રેન્ક મેળવ્યો.

રાદડિયા ગુંજ સંજયભાઈ અને હરસોરા ધૈર્ય હિતેશભાઈને ઝોનલ એવોર્ડ અને પાનેલિયા ધર્મ અને ચૌહાણ પૃથ્વીરાજ અમિતભાઇને મેરીટ એવોર્ડ આપવામાં આવેલ. જ્યારે સતાણી કેયા, વસંત ધૈવત, માવાણી તુલસી, વેકરિયા ધ્યાનાને પાર્ટીસિપેશન એવોર્ડ મળેલ. આ બાળકોને તા 28ને રવિવારે બરોડા ખાતે પં. દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યુસીમાસ ઈન્ડિયાના હેડ ડો.સ્નેહલ કારીયા અને સિમ્પલીસીઓ મેનઝીઝ અને મેહુલ જોશી દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. ચેમ્પિયન ધ્વનિતની મોટી બહેન ધ્યાના પણ 2019માં કમબોડીયા ખાતે ૂજ્ઞહિમ ચેમ્પિયન બનેલ અને ભાગાકરનો પણ એક વર્લ્ડ રેકોર્ડ રજનીશ રાજપરાના માર્ગદર્શન હેઠળ પોતાના નામે કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *