ડેન્ટલ કોલેજના ત્રણ તબીબ વિદ્યાર્થી સહિત આઠ પોઝિટિવ

જામનગર શહેર માં કોરોના સંક્રમણ ની રફતાર તેજ બની છે. આજે પણ શહેરી વિસ્તાર માં વધુ આઠ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ડેન્ટલ કોલેજ ની…

જામનગર શહેર માં કોરોના સંક્રમણ ની રફતાર તેજ બની છે. આજે પણ શહેરી વિસ્તાર માં વધુ આઠ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ડેન્ટલ કોલેજ ની હોસ્ટેલ ના ત્રણ તબીબી વિધાર્થીઓ નો પણ સમાવેશ થાય છે. છેલ્લા ચાર દિવસમાં જ ડેન્ટલ.કોલેજ,હોસ્ટેલ ના 10 તબીબી વિધાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા છે. શહેર ના આઠ કેસ માંથી ત્રણ મહિલા અને પાંચ પુરુષ નો સમાવેશ થાય છે. આ તમામ ને હોમ આઇસોલેસન માં રાખવામાં આવ્યાં છે. શહેર માં હાલ ની સ્થિત એ કુલ 38 એક્ટિવ કેસ છે.જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં આજે પણ કોઈ કેસ નોંધાયો નથી.

જામનગર શહેર માં કોરોના ના કેસ ની સંખ્યા સતત વધી રહી છે. જામનગર ના શહેરી વિસ્તાર માં આજે વધુ 8 કેસ નોંધાયા છે.જેમાં ડેન્ટલ કોલેજ ની હોસ્ટેલ માં રહેતા ત્રણ તબીબી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ આઠ કેસમાં ડેન્ટલ કોલેજ ના ત્રણ વિધાર્થીઓ ઉપરાંત ક્રિકેટ બંગલા વિસ્તાર ના 25 વર્ષ ની યુવતી, પુરુષ , ઓશવાળ કોલોની નો 20 વર્ષ નો યુવાન, વાલકેશ્વરી નગરી વિસ્તાર નો 19 વર્ષ નો યુવાન , પ્રતાપ નગરના 48 વર્ષ ના મહિલા , અને જીજી હોસ્પિટલના પીજી હોસ્ટેલ નો 29 વર્ષ નો તબીબી વિધાર્થી યુવાન નો સમાવેશ થાય છે. આમ કોરોના એ ડેન્ટલ કોલેજ ને આડે હાથ લીધી હોય તેમ છેલ્લા ચાર દિવસ માં 10 તબીબી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા છે.

આ તમામ ને હોમ આઈસોલેશન માં જ સારવાર આપવા માં આવી રહી છે. જામનગર શહેર માં આજ ની સ્થિતિ એ કુલ 38 એક્ટિવ કેસ છે . જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તાર માં કોઈ કેસ નોંધાયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *