એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે ઉપલેટા સ્મશાનરોડ ધરારના ડેલા સામે રહેણાંક મકાનમા રેઇડ કરી કુલ-9 ઇસમોને રૂૂ.53,680/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી સારૂૂ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે સોંપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
જુગાર રમતા દિલાવરભાઇ ઓસમાણભાઇ હીંગોરા રહે. ઉપલેટા સ્મશાન રોડ, વિમલભાઇ રાજભાઇ કનારા રહે. ઉપલેટા, ચકલી ચોરા પાસે, રમેશભાઇ મેઘાભાઇ સોંદરવા રહે. ઉપલેટા, અશ્વિન ટોકીઝ પાસે, અતુલભાઇ બચુભાઇ ધમર રહે. નાની વાવડી, તા.ધોરાજી, ભરતભાઇ નાનુભાઇ જંજેરીયા રહે. ઉપલેટા રઘુવીર બંગલા પાસે, પ્રતીકભાઇ કીરીટભાઇ ડઢાણીયા રહે. મોટી વાવડી, તા.ધોરાજી, મનોજભાઇ મગનભાઇ ઘોડાસરા રહે. ચીખલીયા, તા.ઉપલેટા, હીરાભાઇ દેવરાજભાઇ ભીટ રહે. ઉપલેટા, અશ્વિન ટોકીઝ પાસે, વીરાભાઇ બધાભાઇ વાંદા રહે. ઉપલેટા અશ્વિન ટોકીઝ પાસે ની અટકાયત કરી હતી. પોલિસે રોકડ રૂૂ. 27,180/- મોબાઇલ ફોન નંગ-7 કી રૂૂ.26,500/- કુલ મુદામાલ રૂૂ. 53,680 જપ્ત કર્યો હતો .