ઉપલેટા શહેરમા મુસ્લિમ સમાજના તહેવાર એવા બકરી ઈદના તહેવાર નિમિતે ઉપલેટા નગરપાલિકામાં નગર સેવક તરીકે સેવા આપનાર અને મુસ્લિમ સમાજમાં જાણીતું નામ ધરાવનાર પુર્વ નગર સેવક ઈકબાલમીયા પીરઝાદાના પુત્ર અને હાલના ઉપલેટા નગરપાલિકાના સદસ્ય ઇમરાનમીયા ઇકબાલમીયા પીરઝાદાની આગેવાની હેઠળ લોકોની લાગણી અને રજુઆતને લઈને આગાઝે મોહરમની દાંડી અને ચોકારોનો આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપલેટામાં મોહરમ કમેટીના પૂર્વ પ્રમુખ એવા ઇકબાલમીયા પીરઝાદાના સમયથી શરૂૂ કરેલ પરંપરા મુજબ બકરી ઈદમા ચોકારો લેવાતો હતો જે લગભગ છેલ્લા 15 વર્ષથી બંધ હતો તે રસમને ઇમરાનમીયા પીરઝાદાએ લોકોના કહેવાથી ફરી શરૂૂ કરેલ છે ત્યારે આ તકે ઉપલેટા શહેરની તમામ તાઝિયા કમેટીનો સંપુર્ણ સાથે અને સહકાર મળેલ છે અને લોકોમા પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આ આયોજનને સફળ બનાવવા કે.જી.એન. ગ્રુપ, ખ્વાજા કે દીવાને ગ્રુપ, એલ.કે.એલ. ગ્રુપ, કરબલા ગ્રુપ, વન ટેન ગ્રુપ, સમરી ગ્રુપ, અશરફી ગ્રુપ, કે.એમ.સી. ગ્રુપ, અલી વારીશ ગ્રુપ, યા ખ્વાજા કમેટી, અજીમી ગ્રુપ, જે.બી. ગ્રુપ, હુસૈની લશ્કર ગ્રુપ, અલ હુસૈની ગ્રુપ, સ્ટાર ગ્રુપ અને પીરઝાદા ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવી હતી.
