Connect with us

rajkot

ઠંડીની અસર : શરદી-ઉધરસનો ઉપાડો, 860 દર્દી નોંધાયા

Published

on

શિયાળાની સરૂઆત થતા જ શરદી ઉધરસના કેસમાં એકદમ ઉછાળો જોવા મળ્યો છે. ડોર ટુ ડોર કામગીરી દરમિયાન નવા 860 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગે ચેકીંગ કામગીરી હાથ ધરી મચ્છર ઉત્પતિ સબબ 27 આસામીઓને દંડ અને નોટિસ ફટકારી હતી. તેમજ ડેંગ્યુ અને મેલેરિયા અટકાયતના ભાગરૂપે નાગરિકોને જરૂરી સુચનો આપ્યા હતા.
ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 630 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂકલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્લેરીક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 233 અને કોર્મશીયલ 27 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
ડેંગ્યુ-મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10 ડ્ઢ 10 ડ્ઢ 10 નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનીટ ફાળવવી. બીજા 10 ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્યુકી, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

rajkot

મનપાના આસિસ્ટન્ટ ટીપીઓ રાજેશ મકવાણા અંતે સસ્પેન્ડ

Published

on

By

ગુજરાત મિરર, રાજકોટ તા.5
મહાનગરપાલિકામાં આસી. ટીપીઓ તરીકે ફરજ બજાવતા અને ત્યાર બાદ અન્ય વિભાગમાં બદલી પામેલા રાજેશ મકવાણાએ અગ્નિકાંડ બાદ ટાઉનપ્લાનિંગ શાખાના રજીસ્ટારમાં ચેડા કરતા તેની ધરપકડ કરવામાં આવેલ આથી નિયમ મુજબ મ્યુ.કમિશનરે આજરોજ તેમને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જારી કર્યો હતો.
અગ્નિકાંડ બાદ મકવાણાની વોર્ડ નં.10 માં જવાબદારી નહી હોવા છતાં પણ તેઓ દ્વારા બનાવ બાદ ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટઝોનનાં રજીસ્ટર સાથે ચેડા કરી બનાવટી દસ્તાવેજો બનાવી પુરાવાઓનો નાશ કરવો, સરકારી રેકર્ડમાં ચેડા કરવા, સરકારી તપાસને ગેરમાર્ગે દોરવી, વિગેરે જેવી સરકારી કર્મચારીને ન છાજે તે પ્રકારની કાર્યવાહી કરેલ હોવાનું ધ્યાને આવેલ છે, જે ફરજ પ્રત્યેની ખૂબ મોટી ગંભીર પ્રકારની ગેરવર્તણૂક, બેદરકારી, શીથીલતા અને નિષ્કાળજી સાબિત થયેલ છે.
સસ્પેન્શન સમય દરમિયાન મજુકર અર્ધપગારી રજા પર હોય અને જે પગાર મેળવે તે પગાર જી.સી.એસ.આરની ક્લમ 151ની જોગવાઇ અનુસાર નિર્વાહ ભથ્થા તરીકે મેળવશે. રાજેશ નરશીભાઇ મકવાણાએ સસ્પેન્શ સમય દરમ્યાન સામાન્ય વહીવટ વિભાગ (જી.એ.ડી.)માં નિયમિતપણે હાજરી પુરવાની રહેશે. હાલ મજકુર કર્મચારી જ્યુડિશિયલ કસ્ડીમાં હોય, તે સમયગાળા પુરતું હાજરી પુરવામાંથી મુક્તિ આપવામાં આવે છે તેમજ સસ્પેન્શન સમય દરમ્યાન કોઇપણ જગ્યાએ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં અને તે બાબતનું પ્રમાણપત્ર દર માસે નિર્વાહ ભથ્થાની ચુકવણી કરતા પહેલા લગત શાખાધિકારીએ મકવાણા પાસેથી મેળવવાનું રહેશે.

Continue Reading

rajkot

રાજકોટ નજીક પીપળિયા ગામે ધમધમતી નકલી શાળા ઝડપાઇ

Published

on

By

ગુજરાત મિરર, રાજકોટ,તા.5
ગુજરાતમાં બે વર્ષથી નકલી કચેરીઓ, નકલી બીયારણો, નકલી અધિકારીઓ સહીત નકલી ખાદ્ય ચીજો પકડાઇ રહી છે. ત્યારે શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. રાજકોટમાં માલીયાણ નજીક આવેલ પીપળીયા ગામમાંથી કોઇપણ જાતની મંજુરી વગર ધમધમતી નકલી શાળા ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નકલી શાળાને શીલ મારવામાં આવ્યું છે અને શાળા ચલાવતા દંપતીને પકડીને તેની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના માલીયાસણ નજીક આવેલ પીપળીયા ગામની નવીનનગર સોસાયટીમાં ચાર દુકાનો ભાડે રાખી અને મધ્યપ્રદેશનું દંપતી સંદિપ તિવારી અને તેની પત્ની કાત્યાની તિવારી કોઇપણ મંજુરી વગર દરરોજ 1 થી 10ની માન્યતા વગરની ગૌરી પ્રિ-પ્રાયમરી શાળા ચલાવી રહ્યા હોવાની ફરીયાદ મળતા શિક્ષણ વિભાગ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર હકિકત સામે આવી છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા મધ્યપ્રદેશના દંપતીની અટકાયત કરાઇ છે અને તેમની પુછતાછ કરવામાં આવી રહી છે. તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે ચાર દુકાનમાં ચાલતી શાળાને શીલ મારી દેવામાં આવ્યું છે. દરોડા દરમિયાન ત્યાંથી ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા 29 જેટલા વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. તેઓને હાલ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કટીબધ્ધતા દાખવવામાં આવી છે અને તેમને ન્યાયીક રીતે માન્યતા પ્રાપ્ત શાળાઓમાં શિક્ષણ આપવામાં આવશે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે મધ્યપ્રદેશનું આ દંપતી એક મોડસ ઓપરેન્ડી ચલાવતું હતું જેમાં અહીં શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતા હતા અને તેમની પાસેથી ફી ઉઘરાવી લેવામાં આવતી હતી. ત્યારબાદ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં તેઓના એડમીશન કરવામાં આવતા હતા. માન્યતા પ્રાપ્ત શાળાઓ સાથે તેઓનું સેટલમેન્ટ ચાલતું હતું જેમાં કેટલાક ટકા ફીનો હિસ્સો આ શાળાઓને આપવામાં આવતું હતું. આ કૌભાંડ 2018થી શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી મળતા જ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરોડા પાડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગના નાક નીચે છેલ્લા છ વર્ષથી ધમધમતી નકલી શાળા ઝડપાતા વાલીઓમાં પણ રોષ ભભુકી ઉઠયો છે. 2018થી એડમીશન લેનાર અને ત્યાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે પણ વાલીઓમાં તંત્ર સામે સવાલ ઉઠયો છે. શિક્ષણ વિભાગની આંખ આડા કાન કરવાની વૃતિને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાની વ્યથા વાલીઓ ઠાલવી હતી.

Continue Reading

rajkot

સૌ.યુનિ.ના ત્રીજા ઇન્ચાર્જ કુલપતિ બનતા ડો.ડોડિયાડો.નિલાંબરીબેન દવેને હટાવાયા

Published

on

By

2018માં ચાર મહિના ડો.ડોડિયા કરી ચૂક્યા છે વહીવટ; ત્રણ નામો રદ કરી નવા મગાવાયા

ગુજરાત મિરર, રાજકોટ તા.5
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિની નિયુક્તિ કરવામાં આવી છે. ડો.નિલાંબરીબેન દવેને હટાવી અને ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. ડો.કમલ ડોડીયાએ આજે ઇન્ચાર્જ તરીકેનો ચાર્જ સંભાળી અને વહીવટી કામનો પ્રારંભ કરી દીધો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને ઓક્ટોબર 2023ની આસપાર ઇન્ચાર્જનો હવાલો સોંપાયો હતો પરંતુ આઠ મહિનામાં જ શિક્ષણ વિભાગ દ્વારા તેમની પાસેથી ઇન્ચાર્જનો હવાલો પરત ખેંચી લેવામાં આવ્યો છે અને તેમના સ્થાને ફરી એક વખત રાજકોટ પી.ડી.યુ. મેડિક્લ કોલેજના ઓપ્થેલ્મોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ કુલપતિનો ચાર્જ સોંપાયો છે.
ડો.કમલ ડોડીયા અગાઉ 2018માં ફેબ્રુઆરી મહિનાથી મે-2018 ચાર માસ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે વહીવટ કરી ચૂક્યા છે. તે સમયે મેડિક્લમાં પાસ થવા માટે રૂા.2.50 લાખની માંગણી કરતો સુરેન્દ્રનગરથી સી.યુ.શાહ મેડિક્લ કોલેજનો વિડીયો વાઇરલ થયો હતો અને તે સમયે આંતરિક ખેંચતાણ થતા ભાજપના એક તત્કાલીન સિન્ડિકેટ સભ્ય દ્વારા ડો.કમલ ડોડીયા વિરૂદ્ધ મોરચો માંડયો હતો અને તેમને હટાવવામાં આવ્યા હતા. ત્યારે ફરી વખત તેમને ચાર્જ સોંપવામાં આવતા અને આ મુદ્દે કેમ્પસમાં ચર્ચા થઇ રહી છે.
માત્ર આઠ માસમાં જ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને હટાવી લેતા અનેક ચર્ચાઇ જોર પક્ડયું છે. તેમાં કેટલાક નિતિ વિષયક નિર્ણયો લેવામાં નબળા પૂરવાર થયા છે. અગાઉ પણ તેઓ ઇન્ચાર્જ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. વર્તમાનમાં પણ પેપરો લીક થયા હતા. કોલેજ જોડાણની 500થી ફાઇલો હતી. નિર્ણય વગર જ પેન્ડિંગ પડી છે. ઉપરાંત ચીફ એકાઉન્ટ ઓફિસરના બદલે ઓડિટરની નિયુક્તિ કરી નાખી તેમજ પીએચ.ડીની પરીક્ષા મોડી લધી. નવા કાયદા મુજબ એક્ઝિયુટીવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના મોડી કરી હોવા સહિત અનેક કામગીરી ક્ષતિ રહીત રહી હોવાની ચર્ચા.
શિક્ષણ વિભાગ દ્વારા સર્ચ કમિટી રચી અને તેના દ્વારા નામો મોકલવામાં આવ્યા હતા. જેમાં ડો.સચિન પરીખ, ડો.નિલાંબરીબેન દવે અને ડો.મુર્થીના નામ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તમામ નામો રિજેક્ટ કરાયા છે અને કમીટીને ફરીથી નામો મોકલવા સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણને સંભાળી શકે અને શિક્ષણ વ્યવસ્થા સુધારી શકે તેવા કાયમી કુલપતિ સરકારને હજુ મળ્યા નથી. છેલ્લા ઘણા સમયથી શિક્ષણના બદલે રાજકારણ વધી ગયું છે અને ભાજપ સામે ભાજપનું જુથ જ સક્રિય બન્યું છે ત્યારે સરકાર પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હોવાની ચર્ચા શિક્ષણવિદોમાં થઇ રહી છે.

ફેબ્રુઆરી-2022થી સૌરાષ્ટ્ર યુનિ.માં ઇન્ચાર્જનો વહીવટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિને વહીવટ સોંપાયો છે. અગાઉ 2022માં ડો.નિતિન પેથાણીની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થતા તેમના સ્થાને ઇન્ચાર્જ તરીકે ફેબ્રુઆરી-2022માં આંકડાશાસ્ત્રના અધ્યક્ષ ડો.ગીરીશ ભિમાણીને ચાર્જ સોંપાયો હતો અને તેઓ દોઢ વર્ષ રહ્યા બાદ તેમને હટાવી અને ડો.નિલાંબરીબેન દવેને ચાર્જ સોંપાયો હતો. આમ છેલ્લા અઢી વર્ષ ચાર્જમાં વહીવટ થયા બાદ ત્રીજી વખત પણ ઇન્ચાર્જને ચાર્જ સોંપાયો છે.

Continue Reading
રાષ્ટ્રીય2 mins ago

જમીનથી 20 ફૂટ નીચે જીવન યુદ્ધ, રાજસ્થાનના દૌસામાં 2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ખાબકી , 16 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

રાષ્ટ્રીય16 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય16 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત16 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત16 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય17 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય17 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય17 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય17 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

રાષ્ટ્રીય19 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

Trending