અકસ્માતમાં ઘવાયેલી મહિલાને શિક્ષણમંત્રી પાનશેરિયાએ પોતાની કારમાં હોસ્પિટલે પહોંચાડી

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતીતિ કરાવતા સરથાણા રિંગરોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી…


શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતીતિ કરાવતા સરથાણા રિંગરોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી. મહિલાને કોઈ અજાણ્યા કારચાલકે ટક્કર મારતા હાથ પગ અને માથા પર ઈજા થઈ હતી.
લોહીલુહાણ હાલતમાં રસ્તા પર કણસતા હતા એ દરમિયાન સરથાણા રિંગરોડ પરથી પસાર થઈ રહેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ટોળું એકત્ર થયેલું જોતા ગાડી થંભાવી હતી અને એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સરકારી વાહન મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા.


એમ્બ્યુલન્સ આવતા 10 મિનિટનો સમય લાગે એમ હોવાથી મહિલાને ઝડપી સારવાર મળી રહે એ માટે શિક્ષણ રાજ્યમંત્રીએ પ્રફુલ અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડતા મંત્રીના સંવેદનાસભર અભિગમને લોકોએ બિરદાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *