શરાબ કાંડમાં હવે ઇડી કેજરીવાલને ભીંસમાં લેશે

એક્સાઈઝ પોલિસીના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને આ કેસમાં કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની પરવાનગી…

એક્સાઈઝ પોલિસીના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને આ કેસમાં કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની પરવાનગી આપી દીધી છે.

ઇડીએ આરોપ લગાવ્યો છે કે અરવિંદ કેજરીવાલે 100 કરોડ રૂૂપિયાની લાંચ લઈને કેટલીક સંસ્થાઓને અનુચિત લાભ આપ્યા હતા. જો કે, આમ આદમી પાર્ટી (આપ) એ આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આ કેસની બે વર્ષની લાંબી તપાસમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, ન તો એક રૂૂપિયો પણ વસૂલ કરવામાં આવ્યો હતો. ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આ કેસમાં કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. ઇડીએ આ મહિનાની શરૂૂઆતમાં એલજી પાસેથી પરવાનગી માંગી હતી અને દાવો કર્યો હતો કે એક્સાઇઝ પોલિસીની રચના અને અમલી કરણમાં મોટા પાયે ભ્રષ્ટાચારના સંકેતો મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *