રાજકોટના હડમતાળાની બે કેમિકલ ફેકટરીમાં EDના દરોડા

  સેમફાઈન અને વંદના કેમિકલમાં હવાલા કાંડની તપાસ ફેકટરી સંચાલકે EDની ટીમ નકલી હોવાનું માની પોલીસ બોલાવી રાજકોટ નજીક આવેલા શાપર-હડમતાળા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં જ કેન્દ્રીય…

 

સેમફાઈન અને વંદના કેમિકલમાં હવાલા કાંડની તપાસ ફેકટરી સંચાલકે EDની ટીમ નકલી હોવાનું માની પોલીસ બોલાવી

રાજકોટ નજીક આવેલા શાપર-હડમતાળા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં જ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે ધામા નાખતા ઉદ્યોગ જગત અને રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હડમતાળામાં આવેલી સેમફાઈન કેમીકલ કંપની અને વંદના કેમીકલમાં ઈડીએ તપાસ શરૂ કરી છે.

હડમતાળા ખાતે આવેલી સેમફાઈન નામની પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટિકલ કંપનીમાં EDના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પર સઘન સર્ચ ઓપરેશન અને દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ તપાસ પાછળનું મુખ્ય કારણ એક કરોડો રૂૂપિયાનું આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડ હોવાનું સામે આવ્યું છે, જેમાં આ ફાર્મા કંપનીનું નામ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સીધી રીતે લિંક થયા છે. ઉપરાંત વંદના કેમીકલમાં પણ તપાસ કરવામાં આવી હતી.

આ રેડ બાદ સ્થાનિક રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે, કારણ કે પ્રાથમિક વિગતો મુજબ આ ફાર્મા કંપનીમાં ભાજપ ના એક વગદાર નેતાના પુત્રની સીધી ભાગીદારી હોવાનો મોટો મુદ્દો સપાટી પર આવ્યો છે. કંપનીનું નામ હવાલા નેટવર્કમાં ઓપરેટ થતું હોવાના પાકા પુરાવા મળ્યા બાદ દિલ્હી ED હેડક્વાર્ટરના આદેશથી આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે.

આ સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન એક રસપ્રદ અને નાટ્યાત્મક વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તાજેતરમાં દેશભરમાં નકલી ED અધિકારીઓના વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, રાજકોટ ગ્રામ્ય પોલીસે તકેદારીના ભાગરૂૂપે તપાસ કરવા પહોંચેલી ED ટીમની ઓળખ અને આઈડી કાર્ડની સઘન ચકાસણી કરી હતી. પોલીસ વેરીફિકેશનમાં આ ટીમ સંપૂર્ણપણે અસલી હોવાનું સ્પષ્ટ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *